Gujarati News

Gujarati News

News of Wednesday, 25th December 2019

ગાંધીજીનું સ્વચ્છ ભારતનું સ્વપ્ન પૂર્ણ કરવા વડાપ્રધાન ઉત્સાહિતઃ કલેકટર સી.જે. પટેલ

રાજકોટઃ. સ્વચ્છ ભારત મિશન અભિયાન અંતર્ગત સ્વચ્છ ગુજરાત કાર્યક્રમ નિમિતે હિંમતનગર નગરપાલિકા દ્વારા સ્વચ્છતા જાગૃતિ માટે હિંમત હાઈસ્કૂલના મેદાનમાંથી 'સ્વચ્છતા રથ'ને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવતા સાબરકાંઠા જિલ્લા સમાહર્તા શ્રી સી.જે. પટેલે જણાવ્યુ હતુ કે આપણા રાષ્ટ્રપિતા પૂ. મહાત્મા ગાંધીજી સ્વચ્છતાના આગ્રહી હતા અને તેમનુ સ્વચ્છ ભારતનું સ્વપ્ન પૂર્ણ કરવા આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ખૂબ ઉત્સાહિત છે તેમણે ભારતને સ્વચ્છ બનાવવાના પ્રણ લઈ વિવિધ કાર્યક્રમો અમલી બનાવ્યા છે. જોગાનુજોગ પૂજય મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતિ ઉજવણીએ આ અભિયાનને સાર્થક કરી તેમણે સાચી શ્રધ્ધાંજલી આપી ગણાશે. નગરપાલિકાના ચાર સફાઈ કામદારોને શ્રેષ્ઠ સફાઈની કામગીરી બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા. સ્વચ્છાગ્રહી શ્રી મિતેશભાઈ ગજ્જરનું સન્માન કરવામાં આવ્યુ હતું. આ પ્રસંગે ડિરેકટર જી.યુ.ડી.સી. શ્રી જે.ડી. પટેલ, નગરપાલિકા પ્રમુખ અનિરૂદ્ધભાઈ સોરઠીયા, પ્રાંત અધિકારી યતિનભાઈ ચૌધરી, નગરપાલિકા ચીફ ઓફિસર અલ્પેશ પટેલ વગેરે હાજર રહ્યા હતા.

(3:38 pm IST)