Gujarati News

Gujarati News

News of Wednesday, 25th December 2019

૧પ૦ રીંગ રોડ ઉમિયા ચોક વિસ્તારના રહેવાસીઓને ટ્રાફીકના અસહ્ય દંડ સામે વિરોધઃ કોંગ્રેસની રજુઆત

રાજકોટઃ શહેરના ૧પ૦ ફુટ રીંગ રોડના ઉમીયા ચોક વિસ્તારની સોસાયટીઓના રહેવાસીઓને ટ્રાફીક વિભાગ દ્વારા અસહ્ય અન્યાઇ દંડ ફટકારવામાં આવતો હોય આ બાબતે આજે સવારે વોર્ડ નં.૧રના કોંગી કોર્પોરેટર સંજય અજુડીયાની આગેવાની તળે વિસ્તારવાસીઓએ ટ્રાફીક શાખાના એ.સી.પી.શ્રીને આવેદનપત્ર પાઠવી રજુઆત કરી હતી તે વખતીની તસ્વીર આ અંગે આવેદનપત્રમાં જણાવાયુ હતું કે વોર્ડ ૧ર પાસે આવેલ ૧પ૦ ફીટ રીંગ રોડ ઉમિયા ઓક પાસેથી જવાનુએરીયા વિષ્ણુનગર, જલારામ, વૃદાવન, અંકુર રોડ તરફ જવાનો કોઇ બીજો રસ્તો નહોય સર્વિસ રોડ પણ ખુલો ન હોય ચાલતા વાહન ચાલકોને ખુબ મોટા પ્રમાણમાં દંડ અપાય છે. ખુબ મોટો હોય એક ઘરમાં પ થી ૧૦ મેમા આપ્યા છે. જે ભરવા અસહ્ય હોય તે માફ કરી લોકો ને વૈકલ્પિક રસ્તો કરી આપવા માંગ છ.ે આ રજુઆતમાં ધીરજભાઇ ભુત, દિપેશ રૃપારેલીયા, ભાયાણી દર્શિત, પાર્થ શીશાંગીયા, વિપુલ મુરાસીયા, શૈલેષ, એજાજ સૈયદ, સલીમ કુરેશી, મનોજ, ધર્મેશભાઇ, રમશેભાઇ, વશરામભાઇ, સંજયભાઇ, દીલીપભાઇ વગેરે જોડાયા હતા. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(3:37 pm IST)