Gujarati News

Gujarati News

News of Wednesday, 25th December 2019

યુવાનો દેશના પુનઃનિર્માણના સાચા સૂત્રધાર બને તેવા યજ્ઞકાર્ય માટે રાષ્ટ્રકથા શિબિર ઉપયોગી : સ્વામી ધર્મબંધુજી

પ્રાસલામાં ૨૮મીથી ૫ જાન્યુઆરી સુધી રાષ્ટ્રકથા શિબિર : વ્હેલી સવારે ૫ વાગ્યે દેશભકિતના ગાન સાથે દિનચર્યાનો પ્રારંભ : યોગાસનોની તાલીમ અને લશ્કરી કવાયતોનું સઘન પ્રશિક્ષણ : ઈશરો અને હવામાન વિભાગના સાધનોનું નિદર્શન

રાજકોટ, તા. ૨૫ : ઉપલેટા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા ગામ પ્રાંસલામાં તા.૨૮ના શનિવારથી જે રાષ્ટ્રકથા શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં દેશભરમાંથી ૧૨ હજારથી વધુ યુવક-યુવતિઓ ભાગ લેનાર છે. આ શિબિરની સંપુર્ણ સુરક્ષાની જવાબદારી એન.ડી.આર.એફ., સી.આર.પી.એફ., સી.આઈ.એસ.એફ.ના સૈનિકો સંભાળશે.

નવી માનવીય સમાજ રચનાનો પાયો રાષ્ટ્રીય ધર્મના પ્રશિક્ષણ દ્વારા જ ઉભો કરી શકાશે તેવા વિચારના દઢીકરણ સાથે આગામી તા. ૨૮ ડીસે.  થી તા. પ જાન્યુ.સુધી પ્રાસંલા (તા.ઉપલેટા) ખાતે રરમી રાષ્ટ્રકથા શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ન્યાય આધારીત અર્થવ્યવસ્થા, મૂલ્ય આધારીત શિક્ષણ, કૃષિ આધારીત ઔધોગિકકરણ અને સહભાગી લોકતંત્રને મજબુત બનાવવાની શિષ્ટશૈલીઓ વિશેના વર્ગો ચાલશે. આધુનિક વિજ્ઞાન, ટેકનોલોજી, વિદેશનીતિ, અથનીતિ, પર્યાવરણ, સુરક્ષા, કાયદો, માનવ અધિકાર, મૂલ્યો નિર્માણ સહિતની બાબતોને આવરી લઈને ગુજરાત ઉપરાંત રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, છતીસગઢ, ઝારખંડ સહિતના દેશના જુદા જુદા રાજયોના અંદાજે ૧૨ હજારથી વધુ યુવક-યુવતીઓ એકત્ર થશે. અહીં વહેલી સવારના પ વાગ્યાથી રાત્રીના ૧૦ વાગ્યા સુધી જુદા જુદા વિભાગોમાં સઘન પ્રશિક્ષણ કાર્યક્રમ ચાલશે. દૈનિક જીવનમાં મૂલ્યોનું સ્થાપન કઈ રીતે થઈ શકે ? તેનો મહાયજ્ઞ ચાલશે જેનો લાભ નવા ભારતના ઘડવેયા એવા યુવક-યુવતીઓ લઈ શકશે.

શિક્ષણ માટે જીવન સમર્પિત કરનારા સ્વામિ ધર્મબંધુજીના જણાવ્યા અનુસાર દર વર્ષની માફક આ વર્ષે પણ આર્મિ, નેવી, એરફોર્સ, સીમા સુરક્ષા દળના જવાનો તેમના શસ્ત્રો અને સાધનોના પ્રદર્શન સાથે હાજર રહેશે. જેના કારણે શિબિરમાં ભાગ લેનારા વિદ્યાર્થીઓને લશ્કરમાં વપરાતી આધુનિક ટેન્ક, કેમેરપ મશીનગન, હેન્ડ ગ્રેનેડ જેવા સાધનોની પણ જાણકારી મળી રહેશે તેમજ દુશ્મન દેશના વિમાનોને ટાર્ગેટ કરવા માટે રડાર કઈ રીતે કામ કરે છે તેની પણ દેશના જ જવાનો જણકારી આપશે.

સરહદના સીમાડાની સુરક્ષા જાળવનારી જુદી-જુદી સરકારી એજન્સીઓના જવાનો પણ આ શીબીરમાં શારીરિક કવાયતોની તાલીમ આપશે. શિબિરની સલામતીની સંપુર્ણ જવાબદારી સંભાળશે.

રાષ્ટ્રકથા શિબિરનો ર૧ વર્ષથી ચાલતો મહાયજ્ઞ

વૈદિક મિશન ટ્રસ્ટનો હેતુ ભારતીય સંસ્કૃતિના પાયામાં રહેલા વૈદિક જીવનનો વ્યાપ વિસ્તારવાનો છે. વેદ, ઉપનિષદ દ્વારા પ્રાચીન ભારતમાં જે ઋષિ સંસ્કૃતિ વિકસી હતી તેના પુનઃનિર્માણ કરવાનો રહ્યો છે. પરંતુ વિજ્ઞાન અને ટેકનોલોજીના બદલાતા યુગમાં યુવા ઘડતરનું કામ રાષ્ટ્રકથા શિબિર દ્વારા જ થઈ શકશે તેવું લાગતા સ્વામી ધર્મબંધુજીએ રાષ્ટ્રીય ચારીત્ર્ય નિર્માણની પ્રવૃતિ પોતાના જીવનનો મંત્ર બનાવી દીધો છે. ૧૯૯૮ના દુષ્કાળના દિવસોમાં અછતગ્રસ્ત વિસ્તારમાં જરૂરીયાત મંદિરોને અનાજ-કપડા-ધાબળા સહિતની ચીજવસ્તુઓનું અનેક વિસ્તારોમાં વિતરણ કર્યું. ભૂકંપ સમયે કચ્છમાં કુરન, ઘોડપર, ખારી, બેધર અને ખારટેડા જેવા ગામોનું પુનઃનિર્માણ કર્યુ. ૧૭ જેટલી સ્કુલો ઉભી કરી ડીસેમ્બર-૨૦૦૦થી ગૌશાળા ચલાવી ૫૨૩૮ ગાય માતાના જતન માટે રૂ. ૩૨ કરોડ જેવી રકમ વાપરી ૧૮ સ્થળે ગૌશાળા ઉભી કરવામાં સહયોગ આપ્યો. ૧૮ જાન્યુઆરી ૨૦૦૫થી રાષ્ટ્રધર્મ નિર્માણ અર્થે ૧૭૮ ગામડાની પદયાત્રા અને વર્ષ ૨૦૦૬માં ટંકારાથી અમૃતસર સુધીની સ્ત્રીભૃણ હત્યા અટકાવવા માટેની ઝુંબેશ યાત્રા યોજનાર સ્વામી ધર્મબંધુજી માટે રાષ્ટ્રકથા શિબિર એક એવું માધ્યમ બની છે જેના થકી દેશના નિર્માણમાં યોગદાન આપનારા સર્વશ્રેષ્ઠ બૃદ્ધિજીવીઓ સાથે નવરચિત ભારતના ઘડવૈયા એવા યુવાનોને સીધો સંવાદ કરવાનું એક પ્લેટફોર્મ મળી રહે છે. પ્રકૃતિના સાનિધ્યમાં રહી યુવાનો આ રાષ્ટ્રીય ગૌરવ સમાન પ્રતિભા ઓની વચ્ચે રહી ૭ દિવસ સુધી તેમના જીવનને તેઓના વિચારોને નજીકથી જાણી શકે છે, જોઈ શકે છે, માણી શકે છે. ફેબ્રઆરી-૨૦૦૦માં સૌપ્રથમ વખત પ્રાંસલામાં આ પ્રકારની રાષ્ટ્રકથા યોજાઈ હતી જેમાં પ હજાર વિદ્યાર્થીઓ જોડાયા હતા. ત્યારબાદ સળંગ ૨૧ વર્ષ સુધી આ ક્રમ આજ સુધી જળવાયો છે.

સ્વામી ધર્મબંધુજીએ કહ્યું હતું કે ર૧મી સદીમાં બદલાઈ રહેલા વિશ્વના પ્રવાહમાં યુવાનોના ઘડતરની આવશ્યકતા ઉપર ભાર મુકીને જણાવેલ કે, ભારતનો યુવાન જગતના તમામ યુવાનો કરતાં શારીરિક અને માનસિક રીતે ઘણો સક્ષમ છે પરંતુ જરૂર છે સાચા શિક્ષણની, આ યુવાનોને જો સાચી દિશામાં રાષ્ટ્રીયતાનું શિક્ષણ આપવામાં આવે તો ભારતને વિશ્વગુરૂ બનતાં કોઈ રોકી શકે તેમ નથી. વિજ્ઞાન અને ટેકનોલોજીની બાબતમાં ભારત આજે હરણફાળ ભરી રહ્યું છે ત્યારે આપણા યુવાનો ભારતના પુનઃનિર્માણના સાચા સુત્રધાર બને તેવા યજ્ઞકાર્ય માટે રાષ્ટ્રકથા શિબિર ઉપયોગી છે.

આપણા દેશ પાસે કુદરતી સંપતિનો અખુટ ખજાનો છે, અહીં ૭૦૦૦ કીમીનો વિશાળ દરીયા કિનારો છે, ૩૫૦૦ કીમી લાંબી હિમાલયની પર્વતમાળા, વિશાળ જંગલો અને રણપ્રદેશ પણ છે. જગતમાં સૌથી વધુ વરસાદ ભારતમાં ચેરાપુંજી ખાતે વરસે છે, નદીઓ, પહાડો, ગીરીકંદ્રાઓ સાથે અનેક પ્રકારના ખનીજ સંપતિની વૈવિધ્ય ધરાવતા આ વિસ્તારમાં ૫૫૦૦૦ હજાર પ્રકારની વનસ્પતિ ઉગે છે. અર્થાત પ્રાકૃતિક રીતે આપણો દેશ સમૃઘ્ધ હોવા છતાં આ દેશને ગરીબીના કલંકમાંથી કેમ દુર કરી શકાયો નથી ? વર્ષો સુધી તનતોડ મહેનત કરનારા હજારો લોકોને બે ટંકનું ભોજન મેળવવા માટે પણ કેટલી મથામણ કરવી પડે છે ? આ સવાલોનો જવાબ શોધવાની દિશામાં યુવાનો શિબિરમાં સંવાદ કરવામાં આવે છે. દેશના જાણીતા શિક્ષાવિદો અને અર્થશાસ્ત્રીઓ દેશની વિકરાળ સમસ્યાઓનો ઉકેલ આપીને સમજાવે છે કે, દેશના સર્વાંગીણ ઉત્કર્ષ માટે, જાતીવાદ, પ્રાંતવાદ અને ભાષાવાદથી ઉપર ઉઠીને રાષ્ટ્રવાદને કેન્દ્રમાં રાખીને આગળ વધવું જરૂરી છે. જયાં સુધી આ કામમાં આજના યુવકો સુત્રધાર નહીં બને ત્યાં સુધી રાષ્ટ્રીય સમસ્યાઓનો સાચો ઉકેલ મળવો મશ્કેલ છે તેમ જણાવી તેઓએ પ્રવર્તમાન રાષ્ટ્રીય સમસ્યાઓનો ઉકેલ વિવાદને બદલે સંવાદથી લાવવો જોઈએ તેમ જણાવ્યું હતું.

તસ્વીરમાં અકિલા ફેસબુક લાઈવ ન્યુઝમાં 'અકિલા' પરિવારના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથે પ્રાસલામાં આયોજીત રાષ્ટ્રકથા શિબિર અંગે ચર્ચા કરતા સ્વામી ધર્મબંધુજી નજરે પડે છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

શિબિરનો નિત્યક્રમ

(૧) સવારે ૪ વાગ્યે ઉત્થાન (૨) સવારે ૪-૩૦ થી ૫-૩૦ યોગા (૩) સવારે ૬ થી ૭-૩૦ સૈનિક શિક્ષા, જુડો, કરાટે, માર્શલ આર્ટ, સેલ્ફ ડિફેન્સ (૪) સવારે ૮ થી ૯ બ્રેકફાસ્ટ (૫) સવારે ૧૦ થી ૧૨-૩૦ મહાનુભાવોના પ્રવચન, માર્ગદર્શન (૬) બપોરે ૧૨-૩૦ થી ૧-૩૦ લંચ (૭) બપોરે ૧-૩૦ થી ૨-૩૦ આરામ (૮) બપોરે ૨-૩૦ થી ૫-૦૦ મહાનુભાવોનું બીજુ પ્રવચન (૯) સાંજ ૫-૩૦ થી ૭-૩૦ અલગ અલગ એકસપર્ટના કાયદા, શિક્ષણ, અર્થશાસ્ત્ર, સુરક્ષાના અભ્યાસલક્ષી વર્ગ, તજજ્ઞો સાથે ગોષ્ઠી, પ્રશ્નોતરી (૧૦) સાજે ૭-૩૦ થી ૮-૩૦ થી ડીનર (૧૧) રાત્રે ૮-૩૦ થી સાંસ્કૃતિક કાર્યક્રમ.

એક જ મકસદ

દેશને મજબૂત બનાવો, શાળા કોલેજના વિદ્યાર્થીઓને શારીરીક અને માનસિક રીતે મજબૂત બનાવવા માટે રાષ્ટ્રકથા શિબિર એ જ શ્રેષ્ઠ વિકલ્પ : વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે ભારતદેશ હરણફાળ ભરી રહ્યો છે ત્યારે વિવાદ નહિં પરંતુ સંવાદથી જ રાષ્ટ્રીય સમસ્યાઓનો ઉકેલ આવી શકે : યુવાનો જયારે નાગરીક

ધર્મનું સાચા અર્થમાં પાલન કરતા થશે ત્યારપછી ભારતને વિશ્વગુરૂ બનતા કોઈ રોકી નહિં શકે.

લશ્કરના જવાનો શિખવશે જૂડો-કરાટે શિબિરાર્થીના નિવાસ માટે તંબુ વસાહત

ભારતીય સુરક્ષાના સાધનોનું પણ પ્રદર્શન : સાંસ્કૃતિક ઈતિહાસની સાથે વિરાસતનો વિદ્યાર્થીઓને થશે પરિચય : સાંસ્કૃતિક કાર્યક્રમો

રાજકોટ : સરહદના સિમાડે જેમ દેશની સુરક્ષા માટે જવાનો તંબુ બાંધીને છાવણી ઉભી કરીને રહેતા હોય છે તેવા આર્મીના તંબુમાં શિબિરાર્થી યુવકોને રહેવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જે કંઈક જુદા જ પ્રકારની અનુભૂતિ કરાવશે આ કામ માટે ભારતીય સુરક્ષા વિભાગની મદદ મળી છે. બી.એસ.એફ.ના જવાનો શિબિરાર્થીઓને શારીરિક કૌશલ્યની દરરોજ તાલીમ આપશે. યુવાનોમાં સાહસિક ગુણોનો વિકાસ થાય તે માટે શિબિર સ્થળે સુરક્ષાના તમામ સાધનોનું પ્રદર્શન પણ ગોઠવવામાં આવ્યું છે. ભારતીય લશ્કરના જવાનો આ આધૃનિક શસ્ત્રો, શત્રોની સાથે ઘોડેસવારીની તાલીમ આપશે. લશ્કરમાં જે પ્રકારની ઘનિષ્ઠ તાલીમ આ સૈનિકો મેળવે છે તેનું ડેમોસ્ટ્રેશન પણ કરવામાં આવશે. શિબિરમાં દરરોજ એક કલાક સુધી ભારતીય લશ્કરના જવાનો શિખવશે. જુડો, કરાટેની તાલીમ સ્વસુરક્ષા માટે યુવાનો અને યુવતીઓને આ પ્રકારની તાલીમ આપવામાં આવશે. ગાંધીનગરથી એન.ડી.આર.એફ. (નેશનલ ડીઝાસ્ટર રેસ્કયુ ફોર્સ) ના જવાનો આપત્તિ નિવારણના સમયમાં આગ, પાણી કે ભૂકંપ-વાવાઝોડાની પરિસ્થિતિમાંથી કઈ રીતે બચી શકાય? તેમજ અન્ય તે લોકોને કઈ રીતે બચાવી શકાય ? તેની પણ વ્યવસ્થિત તાલીમ આપશે. વિવિધ રાજયોના વિધાર્થીઓ તેમની માતૃભાષામાં સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરશે.

ડો.મનમોહનસિંહ - તામિલનાડુના રાજયપાલ બી.એલ.પુરોહિત અને મેઘાલયના ગર્વનર તથાગત રોય શિબિરના બનશે મુખ્ય મહેમાન

૧) જસ્ટીસ પી.સી, ઘોષ (લોકપાલ) ભારત સરકાર. ર) શ્રી સી. કે. પ્રસાદ (ચેરમેન, પ્રેસ કાઉન્સીલ ઓફ ઈન્ડીયા) ૩) જસ્ટીસ શ્રી દિનેશ મહેશ્વરી (સુપ્રીમ કોર્ટ ઓફ ઈન્ડીયા) ૪) જસ્ટીસ શ્રી ક્રિષ્ના દિક્ષિત (કર્ણાટક હાઈકોર્ટ) ૫) શ્રી અમિતાભ કાંત (સી.ઈ.ઓ. નિતિ આયોગ) ૬) પ્રો. પ્રદીપ જોષી (મેમ્બર યુ.પી.એસ.સી.) ૭) પ્રો. જે. એસ. રાજપુત (ભુતપુર્વ ચેરમને એન.સી.ઈ.આર.ટી) ૮) ડો. યશ સોમનાથ (ડાયરેકટર વિક્રમ સારાભાઈ સ્પેશ રીચર્સ સેન્ટર, ત્રિવેન્દ્રમ) ૯) ડો.પી. ઉન્નીકૃષ્નન (ડાયરેકટર યુ.આર. સેટેલાઈટ સેન્ટર, બેંગલોર) ૧૦) ટેસી થોમસ (ડાયરેકટર, ડી.આર.ડી.ઓ. એરોનોટીકલ સ્પેશ સેન્ટર) ૧૧) ડો. મુથ્થૈયા વનીતા (પ્રોજેકટ ડાયરેકટર, ચંદ્રયાન) ૧૨) ડો. શેખર પાંડે (ડાયરેકટર જનરલ, સી.એસ.આઈ.આર., નવી દિલ્હી) ૧૩) ડો. વિજયરાઘવન (વૈજ્ઞાનિક સલાહકાર, ભારત સરકાર) ૧૪) ડો. કે. એન. વ્યાસ (ચેરમેન, ચેરમેન ભાભા એટોમીક રીસર્ચ સેન્ટર, મુંબઈ) ૧૫) ડો. રાકેશ મિશ્રા (ડાયરેકટર, સેન્ટર ફોર સેલ્યુર અને મોલેકયુલર બાયોલોજી, દિલ્હી) ૧૮) એસ. પી. સિંઘ (ચેરમેન, પોલ્યુશન કંટ્રોલ બોર્ડ) ૧૭) શ્રી ગજેન્દ્રસિંહ સેખાવત (કેબીનેટ મંત્રી, જળશકિત મંત્રાલય, ન્યુ દિલ્હી) ૧૮) સુજિત દેશપાલ (ડાયરેકટર જનરલ, ઈન્ડીયન તીબેટ બોર્ડર પોલીસ) ૧૯) એસ. એન. પ્રધાન (ડાયરેકટર જનરલ, એન.ડી.આર.એફ.) ૨૦) ડી. કે. મુલે (મેમ્બર, નેશનલ હ્યુમન રાઈટ કમીશન, ન્યુ દિલ્હી) ર૧) શ્રી સુશીલ ચંદ્રા ઈલેકશન કમિશ્નર ઓફ ઈન્ડીયા, ન્યુ દિલ્હી) ર૨) શ્રી આલોક શ્રીવાસ્તવ (સેક્રેટરી, લો એન્ડ જસ્ટીસ, ન્યુ દિલ્હી) ૨૩) શ્રી જી.બી. ઉપાધ્યાય (એડીશનલ ચીફ સેક્રેટરી, સિકકીમ) ૨૪) શ્રી ર્દુ્ગાશંકર મિશ્રા (સેક્રેટરી હાઉસિંગ અર્બન ડેવલપમેન્ટ કોર્પો. ન્યુ દિલ્હી) રપ) શ્રી ત્રિલોચન મહાપાત્ર (સેક્રેટરી, એગ્રીકલ્ચર ડીપાર્ટમેન્ટ, ભારત સરકાર) ૨૮) ડો. રણદીપ બુલેરીયા (ડાયરેકટર, એઈમ્સ) ર૭) લેફ. જનરલ એ. અરૂણ (કમાન્ડન્ટ ઓફીસર, ટ્રેઈનિંગ ઓથોરીટી) ર૮) લેફ. જનરલ સુખદીવ સાંગવાન (ડાયરેકટર જનરલ, અસમ રાઈફલ) ૨૯) લેફ. જનરલ રાજશે પંત (ચેરમેન, સાયબર સીકયુરીટી, દિલ્હી) ૩૦) એડમીરલ સંજય રોય (નેવી એડમીનીસ્ટ્રેશન વિભાગ) (૩૧) ડો.મૃત્યુંજય મહાપાત્ર (ડાયરેકટર - ઈન્ડિયન મેટીરીયોલોજીકલ ડીપા. દિલ્હી)

(3:36 pm IST)