Gujarati News

Gujarati News

News of Wednesday, 25th December 2019

કાળીપાટ નજીક ખુંટીયાને તારવવા જતાં માલવાહક વાહન પલ્ટી ગયું: ૪ને ઇજા

રાજકોટ તા. ૨૫: કાળીપાટ પાસે રાત્રીના રસ્તા પર ધસી આવેલા ખુંટીયાને તારવવાના પ્રયાસમાં માલવાહક વાહનના ચાલકે કાબુ ગુમાવતાં આ વાહન પલ્ટી જતાં ચારને ઇજા થઇ હતી.

જાણવા મળ્યા મુજબ રાત્રીના સાડા નવેક વાગ્યે કાળીપાટ નજીક અશોક લેલન્ડ કંપનીનું માલવાહક વાહન નં. જીજે૧૨એવાય-૧૭૯૦ પલ્ટી જતાં તેમાં બેઠેલા શોભાનસિંગ શામજીયાભાઇ માવી (ઉ.૩૨-રહે. ધીરૂભાઇ ગજેરાની વાડીએ, માખાવડ તા. લોધીકા) તથા સાથેના  પ્રવિણભાઇ લક્ષમણભાઇ સિતાપરા (ઉ.૩૫), માખાવડના કલાનભાઇ શામજીભાઇ (ઉ.૨૨), જેઠાભાઇ  (ઉ.૩૦) અને રેણુભાઇને ઇજાઓ થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં હોસ્પિટલ ચોકીના હેડકોન્સ. દેવશીભાઇ ખાંભલા અને રામજીભાઇએ આજીડેમ પોલીસને જાણ કરી હતી.

આજડેમના હેડકોન્સ. એમ. બી. જાડેજાએ ઘાયલ પૈકીના શોભાનસિંગની ફરિયાદ પરથી વાહનના ચાલક સુરેશભાઇ રબારી સામે બેફીકરાઇથી વાહન હંકારી અકસ્માત સર્જવાનો ગુનો નોંધ્યો છે. રોડ પર અચાનક ખુંટીયો ધસી આવતાં તેને તારવવાના પ્રયાસમાં અકસ્માત સર્જાયો હતો.

(11:28 am IST)