Gujarati News

Gujarati News

News of Wednesday, 25th December 2019

રાજકોટમાં ૨૦૨૦ને ઉજવવા થનગનાટઃ એક ડઝન કાર્યક્રમોઃ ડીજે સાથે ડાન્સ પાર્ટી લાઇવ પરફોર્મન્સ

રાજકોટ તા ૨૪  : રાજકોટની પ્રજા ૨૦૧૯ ને ભાવભેરી વિદાય તથા ૨૦૨૦ને આવકારવા ગાંડીતુર બનશે. ૩૧મીની રાત્રે ૮ વાગ્યાથી મોડી રાત સુધી ડાન્સ,ડીનર,ધમાલ, મસ્તી સાથેના જલસા એક ડઝન કાર્યક્રમો યોજાયાનું જાણવા મળ્યું હતું. રાજકોટમાં થર્ટી ફસ્ટ માટે આત્મન ગ્રુપના વિજય સિંધવ દ્વારા સતત આઠમા વર્ષે ડાન્સ પાર્ટીનું આયોજન કરાયું છે. આત્મન ગ્રુપે આ વર્ષે કાલાવડ રોડ પર પ્રદ્યુમન પાર્ટી લોન્સમાં સ્પેનની ડી.જે. લાયાને બોલાવી અનેરૂ આકર્ષણ ઉભુ કર્યુ છે. ઘંટેશ્વર પાર્કમાં મિલિ ત્રિવેદી દ્વારા આયોજન કરાયું છે. જેમાં જામનગરના ડી.જે. અનિકેત, કિશન રાજકોટવાસીઓને ઝુંમાવશે. જયારે કર્ણાવતી પાર્ટી પ્લોટમાં મનીષ પ્રજાપતીએ ડાન્સ પાર્ટીનું આયોજન કર્યુ છે. આ કાર્યક્રમમાં મુંબઇનો ડી.જે. ડેનિમ ઉપરાંત ડી.જે. જય અને ભાર્ગવ રાજકોટવાસીઓને ડી.જે.ના તાલે ઝુમાવશે. આ ઉજવણીમાં પ્રથમ વખત દેશભકિતના થીમ પર ડાન્સ કરાવવામાં આવશે.(સિઝન હોટલમાં સોમિલ પટેલના આયોજનમાં રાજકોટના ડી.જે. રોનક અને નીલસીટીમાં ડી.જે. રક્ષિત, હોલીવુડની થીમ પાર્ટી પર રાજકોટવાસીઓને ડાન્સની મોજ કરાવશે.

(4:04 pm IST)