Gujarati News

Gujarati News

News of Monday, 25th December 2017

૨૫ મી નાતાલ : ભગવાન ઇશુ ખ્રીસ્તના જન્મદિનની વહાલભેર ઉજવણી

રાજકોટ : દુર્જન તમારા ઉપર ગમે તેટલી ક્રુરતા વર્તે તો પણ તેને માફ કરી દયો અને પ્રેમ ભાવ વર્તો તેવો સંદેશો દુનિયાને આપી જનાર ભગવાન ઇશુ ખ્રીસ્તના જન્મ દિવસની આજે ૨૫ મી નાતાલ તરીકે ઠેરઠેર વહાલભેર ઉજવણી થઇ રહી છે. ગઇ રાત્રે બાળ ઇશુના જન્મની ઘડીઓને ભાવભેર વધાવવામાં આવી હતી. રાજકોટમાં આવેલ તમામ ચર્ચ પર ગત રાત્રીના તેમજ આજે સવારથી જ ઉત્સવી માહોલ જામ્યો હતો. ખ્રીસ્તી ભાઇ બહેનોએ પરસ્પર વહાલ વરસાવી ભગવાન ઇશુના જન્મદિનની શુભેચ્છા પાઠવી હતી. તમામ ચર્ચ તેમજ ખ્રીસ્તી સંસ્થાઓના ભવનોને રોશનીના શણગાર કરવામાં આવ્યા છે.  ખીસ્તી ભાઇ બહેનોના નિવાસ સ્થાનો ઉપર પણ તારોડીયા, ક્રિસ્મસ ટ્રી જેવા પ્રતિકોનો અનેરો ઝળળહાટ જોવા મળી રહ્યો છે. આજથી શરૂ થયેલ આ ઉજવણી ૩૧ મી ડીસેમ્બર સુધી ચાલશે. ૩૧ મી ની મધ્ય રાત્રે નવા વર્ષની ઉવજવી કરાશે. ભગવાન ઇશુ પ્રેમભાવનો સંદેશો પ્રસરાવે છે. એક કથા મુજબ તેમના ઉપર દુષ્ટ લોકોએ ખુબ ક્રુરતા વર્તી હતી. હાથ અને પગ ઉપર દુશ્મનોએ લોખંડના ખીલ્લા ધરબી દીધા હતા છતાય તેમણે ભગવાનને એવી પ્રાર્થના કરેલ કે મારી ઉપર આવું કરનારને માફ કરી દેજો. મૃત્યુની ઘડી સુધી પણ પ્રેમ અને કરૂણાનો ભાવ નહીં છોડનાર ભગવાન ઇશુ આપણને આજે તેમના જન્મ દિવસે વંદન. તસ્વીરમાં વિવિધ ચર્ચમાં થયેલ ઉજવણીના દ્રશ્યો નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(12:05 pm IST)