Gujarati News

Gujarati News

News of Monday, 25th December 2017

આનંદ અને ખુશીઓનો તહેવાર એટલે નાતાલ

 જેમ કે આપણે જાણીએ છીએ તેમ ફરીવાર ડિસેમ્બર મહિનો આવી ગયો એટલે કે ખુશી મનાવવાનો અવસર આવી ગયો. એટલે કે ''નાતાલ''નો પવિત્ર તહેવાર આવી ગયો પ્રભુ ઇસુ માનવ અવતારમાં  આ ધરતી પર આવ્યા જેમ કે બાઇબલમાં લખેલુ છે કે પરમેશ્વરે પોતાનો એકનો એક પુત્ર માનવજગત માટે અર્પી દીધો એટલા માટે કે કોઇપણ વ્યકિત તેના નામ પર વિશ્વાસ કરે અને અનંતજીવન પામે

ઇસુનો જન્મ એ પ્રમાણે થયો કે ૨૪ ડિસેમ્બરની મધ્યરાત્રીએ ભયાનક કડકડકતી ઠંડીમાં પ્રભુ ઇસુનો જન્મ થયો આ મહાન તારનારનો જન્મ સામાન્ય ગભાણમાં થયો કારણકે માતા મરિયમ સર્ગભા હતી જે પ્રભુઇસુની માતા છે તેમને પ્રસવ સમયે કોઇ હોસ્પિટલ, કોઇ ઘર કે કોઇ મહેલમાં જગ્યા ન મળી તેથી તેમને મુંગા અને નિર્દોષ જાનવરોને રાખીએ તેવી જગ્યાએ પ્રસવ  થયો જેનું મુખ્ય કારણ એ છે. કે પશુ પક્ષી જેમ નિર્દોષ હોય છે. તેવી રીતે પ્રભુ ઇસુ પણ એક નિર્દોષની જેમ પુથ્વી પર આવ્યા ઇસુની મહિમા હો  તેમની આરાધના કરીએ છીએ અને કહીએ છીએ કે આપણા પાપ  -ગુનાઓને ક્ષમા કરી અમને સાચો માર્ગ દેખાડવા આપણી મધ્યે આવ્યા ઇસુનો ધન્યવાદ હો!

જયારે ઇસુનો જન્મ થયો ત્યારે બહાર બરફ પડી રહયો હતો અને એક ચમકતો તારો ગભાણની ઉપર ચમકી રહયો  હતો. સ્વર્ગહત તેનું રક્ષણ કરી રહયા  હતા. ત્રણ ભરવાડોએ સાંભળ્યું કે ઇસુનો જન્મ એક સાધારણ ગભાણમા થયો છે.  ત્યારે તે પોતાની સાથે પ્રેમભરી અને કિંમતી ભેટ લઇને નીકળ્યા આ ભેટમાં સોનુ, બોળ અને લોબાન લઇને ભેટ અર્પણ કરવા ગયા ઇસુનું સરનામુ દેખાડવા એક તારો તેમની આગળ જતા હતો ત્યાં અને ઇસુનો જન્મ થયો ત્યાં જઇને ઉભો રહયો  ત્યારે તેઓએ જોયું કે માતા મરિયમની ગોદમાં ઇસુ એક સાધારણ લુગડામાં લપેટાયા જોયા ત્રણે ભરવાડોએ ઘુંટણે પડીને ઇસુને પ્રણામ કર્યા અને કહયુ કે સાચે જ શાંતિનો રાજકુમાર માનવરૂપ અમારી વચ્ચે આવી ગયા આ સર્વ ચિહનોને કારણે દરેક ખિસ્ત્રી ઘરમાં શુશોભન કરવામાં આવે છે. ઘરની સજાવટ કરવામાં આવે છે.  ક્રિસ્મસ ટ્રી ગભાડા શાંતાકલોઝ અને તારો લગાડીને ઘરની સજાવટ કરે છે.  અને બાળકોને કહેવામાં આવે છે. કે આજે રાત્રીના શાંતાકલોઝ તમારા માટે એક સુંદર ભેટ તમારા ઓશીકાની નીચે રાખીને જશે. અને  બાળકો સવારે  ઉઠીને એ ભેટ શોધે છે. કેવો આનંદમય તહેવાર! એટલે કે નાતાલ ''ક્રિસમસ''

શાંતિનો રાજકુમાર આપણી મધ્યે આવ્યા તો આપણે સોૈ મળીને તેમનું સ્વાગત કરીએ નવા કપડા, કેક,  પહવાન બનાવને ખુશી મનાવીને છીએ પરતુ વાસ્તવમાં આ તહેવારની આ ઉજવણી છે. ? આટલા સિમિત છે.? ના! આપણે પણ શાંતિના  રાજકુમારથી એ પ્રેરણા લઇએ  કે આપસમાં પ્રેમભાવથી આપણા પડોશીઓની સાથે રહીયે આપણા દુશમનોને માફ કરીયે ભેદવાદ મટાડીને શાંતિનો સંદેશ ''પ્રેમનો સંદેશ'' ત્યાગ પરિપૂર્ણ થઇને નાતાલની ભવ્ય ઉજવણી કરીએ અને કહે  કે હાલેલુયા ! હાલેલુયા!

ઇસુ જન્મયા આપણે માટે આઓ ચલો આનંદ મનાવીએ અને એકબીજાને વધામણુ દઇએ  અને કહીએ happy christmas  સર્વને મારા તરફથી happy christmas ,happy new year

 મિસિસ આઇલીન રોબિન્સન

(મો.૯૯૭૯૯ ૦૮૪૪૬)

(12:24 pm IST)