Gujarati News

Gujarati News

News of Friday, 25th November 2022

પરિણિતાને કરીયાવર પ્રશ્‍ને ત્રાસ આપવાના ગુનામાં પકડાયેલ સાસરીયાનો નિર્દોષ છૂટકારો

રાજકોટ,તા. ૨૫ : પરણીતાને કરીયાવર માટે શારીરીક માનસીક ત્રાસ આપવાના ગુન્‍હામાં તમામ સાસરીયાનો નિર્દોષ છૂટકારો અદાલતે ફરમાવેલ છે.

અહીંના રાજનગર સોસાયટી, નાના મૌવા મેઇન રોઢ વિસ્‍તારમાં રહેતી પરણિતા મોનાલીના લગ્ન વાંકાનેર ખાતે હેતા ભવ્‍યાંકભાઇ હેરમા સાથે સને ૨૦૨૦ની સાલમાં થયેલા અને આ પછી પરણિતા પોતાના સાસરામાં રહેવા ગયેલ હતી અને ત્‍યારબાદ પતિ પત્‍નિ વચે તકરાર થતા પરણીતા પોતાના માવતરે પરત ફરેલ અને તેણે (૧) પતિ ભવ્‍યાંક હેરમા (૨) સાસુ નેહલબેન (૩) સસરા હિતેષભાઇ (૪) દેર ઋતુરાજભાઇ સહીત સાસરાના સભ્‍યો સામે રાજકોટ મહીલા પોલીસ મથકમાં સને ૨૦૨૧ની સાલ દહેજ ઉત્‍પીડનને લાગતી આઇ.પી.સી.ની ભારી કલમો ૪૯૮ (ક), ૫૦૪, ૩૨૩, ૧૧૪ તથા ડાવરી પ્રોહીબીશન એકટની કલમ ૩ થી ૪ વિગેરે મુજબની ફરીયાદ નોંધાવેલ હતી.

આ કેસ દલીલ પર આવતા આરોપીના વકીલ શ્રી અંતાણી એ હાલનો કે સાબીત થતો નથી તે બાબતે લંબાણપૂર્વકની દલીલો કરેલ હતી અને તેમની તમામ દલીલોથી સહમત થઇ રાજકોટની ફોજદારી અદાલતે દહેજ કરીયાવર માટે ત્રાસ આપવાનાસ્ત્રી અત્‍યાચારના ગંભીર પ્રકારના ગુન્‍હામાંથી તમામ સાસરીયાઓને નિર્દોષ છોડવાનો હુકમ ફરમાવેલ હતો.

આ કેસમાં તમામ સાસરીયા વતી રાજકોટના એડવોકેટ સંદીપ કે. અંતાણી તથા સમીમબેન કુરેશી વકીલ તરીકે રોકાયેલ છે.

(3:54 pm IST)