Gujarati News

Gujarati News

News of Friday, 25th November 2022

રાજકોટ શહેર જીલ્લામાં ચૂંટણીમાં રોકાયેલા ર૬ હજાર સ્‍ટાફનું વોટીંગ શરૂ

રાજકોટ : આજથી ત્રણ દિવસ માટે કલેકટરની સુચના બાદ ચુંટણી  સ્‍ટાફમાં મુકાયેલ કુલ રપ થી ર૬ હજારના સ્‍ટાફનું સરકારી કર્મચારીઓનું જે તે તાલીમ સ્‍થળ ઉપર આરઓ-એઆરઓ દ્વારા વોટીંગ ફેસેલીટી સેન્‍ટર ઉભા કરી કુટીરો બનાવી પોસ્‍ટલ બેલેટ મતદાન વોટીંગ ચાલુ કરી દેવાયું છે. જે તા.ર૬ સુધી ચાલશે રાજકોટ ૬૮-રાજકોટમાં પોલીટેકનીક ભાવનગર રોડ, ૬૯ બેઠકમાં વિરાણી  હાઇસ્‍કુલ, ૭૦ બેઠક માટે પી.ડી.માલવિયા કોલેજ તથા ૭૧ રાજકોટ બેઠક માટે આત્‍મીય કોલેજ મતદાન લેવાઇ રહયુ છે. જીલ્લામાં પણ જ બેઠકો માટે જે તે આરઓ દ્વારા કાર્યવાહી થઇ રહી છે, તસ્‍વીરમાં વિરાણી હાઇસ્‍કુલ ખાતે ચુંટણીમાં રોકાયેલ જે તે સ્‍ટાફનું મતદાન કરાવી રહેલા મામલતદાર જાનકી પટેલ નજરે પડે છે. કર્મચારીઓમાં મત આપવા અંગે દરેક સ્‍થળે ભારે ઉત્‍સાહ જોવા મળ્‍યો હતો. બપોર ર સુધીમાં ૬૦ ટકાથી વધુ વોટીંગ થયાનું અધિકારી સુત્રો ઉમેરી રહયા છે. (તસ્‍વીર : સંદિપ બગથરીયા)

(3:49 pm IST)