Gujarati News

Gujarati News

News of Thursday, 24th November 2022

ચૂંટણી પંચનો નવો પ્રયોગઃ મતદાનના દિવસે લોકો મતદાન મથક અંગે માહિતી મેળવી શકશેઃ ''બુથએપ'' નવી સાઇડ

હિમાચલ બાદ ગુજરાતમાં આ પ્રથમ વાર કાર્યવાહીઃ બૂથ ઉપર કેટલી ગીર્દી છે બધી વિગતો જાણવા મળશે : કલેકટરની જાહેરાત : ૭રપ સંવેદનશીલ મતદાન મથકોઃ રાજકોટ શહેર-જીલ્લામાં ચૂંટણીના દિવસે પેરામીલટ્રી ફોર્સની ૯ કંપની મુકાશે : કાલે સ્ટાર બેટસમેન ચેતેશ્વર પૂજારાની ઉપસ્થિતીમાં કોફી વીથ કલેકટરનો કાર્યક્રમ મતદાર જાગૃતિ-પહેલી વખત મતદાન કરનારને માર્ગદર્શન સહિતના કાર્યક્રમો : પહેલી વખત અને સૌ પ્રથમ મત આપનાર યુવા મતદારનું સન્માન થશેઃ કલેકટર સાથે ડીનર મીટીંગનું આયોજન : ૧૧૦૦ થી વધૂ બૂથનું વેબકાસ્ટીંગઃ અર્ધ લશ્કરી દળો ઉપરાંત પોલીસ અને માઇક્રો ઓબ્ઝર્વર તૈનાત કરાયા : રાજકોટ શહેર-જીલ્લામાં ૪૦૯૭ હથીદારો જમા લેવાયાઃ જીલ્લામાં સૌથી વધુ વયના મતદાર રાજકોટમાં ૧૦૮ વર્ષની વયે મત આપશે

રાજકોટ તા. ર૪ :.. રાજકોટ જીલ્લા કલેકટર શ્રી અરૃણ મહેશબાબુએ આજે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ વખતે રાજકોટ સહિત ગુજરાતભરમાં ચૂંટણી પંચ લોકો માટે 'બૂથ એપ' નામની નવી સાઇડ-એપ્લીકેશન લોન્ચ કરવા જઇ રહ્યું છે, આ બૂથ એપની મદદથી કયા બૂથમાં કેટલુ મતદાન થયું, મત આપવા  જવો હોય ત્યારે મતદાન મથક ઉપર કેટલી ભીડ છે, કેટલી ગીર્દી છે. તમામ વયોવૃધ્ધ દિવ્યાંગ  મતદારો માટે સુવિધા વિગેરે બાબતો જાણી શકશે, આ બૂથ એપ ટૂંકમાં લોન્ચ થશે, આ પ્રયોગ હિમાચલમાં સફળ બન્યો છે, હાલ રાજકોટ શહેરમાં આ એપ લોન્ચ થશે.

જીલ્લામાં કનેકશનનો અભાવ હોય જીલ્લામાં હાલ સુવિધા નહી મળે કલેકટરે જણાવ્યું હતું કે, રાજકોટ શહેર - જીલ્લાના કુલ રરપ૩ મતદાન મથકમાંથી ૧૧૦૦ થી વધુ મતદાન મથક ઉપર વેબ કાસ્ટીંગ થશે, ૭રપ બૂથ સંવેદનશીલ જાહેર કરાયા છે, રાજકોટ શહેર - જીલ્લામાં મતદાન મથકો ઉપર અર્ધ લશ્કરી દળોની ૯ કંપની, પોલીસ, માઇક્રો ઓર્બ્ઝવર તૈનાત કરાશે.

તેમણે જણાવેલ કે આજથી ત્રણ દિવસની અંદર ચૂંટણીમાં બૂથ ઉપર પોલીસ સ્ટાફ સહિત કુલ રપ થી ર૬ ચૂંટણી સ્ટાફ માર્ટ વોટીંગ ફેસેલીટી સેન્ટર ઉભા કરી દેવાયા છે, આજે ૪ તાલીમ સ્થળે ચૂંટણીમાં રોકાયેલા સ્ટાફનું બેલેટ પેપરથી મતદાન લેવાનું ચાલુ છે.

કલેકટરે ઉમેર્યુ હતું કે, ઘરે - ઘરે વોટર્સ સ્લીપ દેવાનું છે, જે કામગીરી કાલ સુધીમાં પૂર્ણ થશે, તે ઉપરાંત ચૂંટણીમાં રોકાયેલા સ્ટાફનું ત્રીજૂ રેન્ડેનાઇઝેશન ર૯ મીએ આર. ઓ. તથા ઓર્બ્ઝવરની હાજરીમાં થશે.

તેમણે જણાવેલ કે હજૂ બે વખત ઇવીએમ અને વીવીપેટ અંગે તાલીમ અપાશે.

લોકોમાં મતદાન જાગૃતિ અંગે કલેકટરે જણાવેલ કે, આરએમસી ની ટેક્ષ બ્રાંચ મારફત ૧ તારીખે અચૂક મતદાન માટે બલ્કમાં એસએમએસ દ્વારા અપીલ કરાશે, સીટી કેબલ ટીવી સાથે ટાઇઅપ કરી લોકોને મતદાન માટે અપીલ થશે.

કલેકટરે ઉમેર્યું હતું કે આરએમસીની ટીપરવાન મારફત, અખબારોમાં પેમ્પલેટ નાંખી ફેરીયાઓ મારફત તથા ઓલ્ડ એઇઝ હોમમાં પણ મતદાન અંગે અમે અપીલ શરૃ કરી છે.

કલેકટરે જણાવેલ કે રાજકોટ શહેર-જીલ્લામાં સૌથી વયોવૃધ્ધ મતદાર ૧૦૮ વર્ષના છે, અને તેઓ રાજકોટમા છે, તેમનું સન્માન કરાશે.

આ ઉપરાંત રાજકોટના ૩૪ જેટલા થર્ડજેન્ડર મતદારો કે જેઓ મતદાન માટે અપીલ કરી રહ્યા છ, તેમનું સન્માન થશે, આ ઉપરાંત યંગ વોટર્સ કે જેઓ આ વખતે પહેલી વખત મતદાન કરી રહ્યા છે, એવા બે-બેયંગવોટર્સ રે જેઓ સૌથી પહેલો મત આપશે, તેની નોંધ કરી દરેક વિધાનસભા વાઇઝ આવા બે-બે યંગવોટર્સનુ ડીનર વીથ કલેકટર મીટીંગમાં ખાસ સન્માન કરાશે.

કલેકટર જણાવેલ કે રાજકોટમાં ૧૪ જેટલા વૃધ્ધાશ્રમો છે, આ લોકોને મતદાન સ્થળોએ લાવવા અને પરત લઇ જવા અંગે ગાડી-વ્હીલચેર અંગે વ્યવસ્થા થઇ રહી છ.ેકલેકટરે જાહેરાત કરી હતી કે આવતીકાલે કોફી વીથ કલેકટરમાં ચુંટણી પંચના ગુજરાતના બ્રાન્ડ  એમ્બેસેડર અને ભારતના સ્ટાર બેટસમેન ચેતેશ્વર પુજારા,ખાસ હાજર રહેશે, અને તેમની હાજરીમાં પ્રથમ વખત મતદાન કરવા જનારને પડતી મૂશ્કેલીઓ, સવાલો, યંગવોટર્સ, મતદાર જાગૃતિ સહિતની બબતે ચર્ચા-વિચારણનો કાર્યક્રમ કાલે સાંજે રાજકોટ કલેકટરની ઇલેકશન બ્રાંચ નકકી કરે તે સ્થળે થશે.

કલેકટરે જણાવેલ કે અમારી સોશ્યલ મીડીયા ઉપર વોચ છે, અને ેસોશ્યલ મીડીયા ઉપર જાતે પક્ષના પ્રચાર અંગે વિગતો ઉપીસ રહી છે, તે બાબતે ધ્યાને લઇ  તેનો ખર્ચ ઉમેદવારોના ખાતામાં બૂક કરવાની સૂચના અપાઇ છ.ે શ્રી અરૃણ મહેશ બાબૂએ છેલ્લે ઉમેર્યું હતું કે, રાજકોટ શહેરમાં ર૯૩૧ અને જીલ્લામાં ૧૧૬૬ થઇને ફુલ ૪૦૯૭ હથીયારો જે તે પોલીસ સ્ટેશનમાં જમા લઇ લેવાયા છે.

(4:19 pm IST)