Gujarati News

Gujarati News

News of Monday, 25th November 2019

બેડલામાં જગદીપ અને સાઇપરમાં નરેશનું ઝેરી દવા પી લેતા મોત

રાજકોટ, તા. રપ :  કુવાડવાના બેડલા અને સાઇપર ગામમાં રહેતા બે યુવાનોએ ઝેરી દવા પી લેતા બંનેના સારવાર દરમ્યાન મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઇ છે.

મળતી વિગત મુજબ બેડલા ગામમાં રહેતા જયદીપ વિઠ્ઠલભાઇ (ઉ.વ.રર) નામના યુવાને પરમ દિવસે પોતાના ઘરે હતો ત્યારે તેણે ઝેરી દવાથી લેતા તેને સારવાર માટે લેન્ડ માર્ક હોસ્પિટલમાં ખસેડાયો હતો ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું.

જયારે બીજા બનાવમાં સાઇપર ગામમાં પરસોત્તમભાઇની વાડીમાં રહેતા નરેશ બુધીયાભાઇ નાઇ (ઉ.વ.રર) નામના યુવાને ગઇકાલે પોતાના ઘરે હતો ત્યારે ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું. આ બંને બનાવમાં કુવાડવા રોડ પોલીસ મથકના એએસઆઇ ફતેહસિંહ સોલંકી અને રાઇટર હેમંતભાઇ ધરજીયાએ તપાસ હાથ ધરી છે.

(3:39 pm IST)