Gujarati News

Gujarati News

News of Saturday, 25th November 2017

બેડીની કોળી સગીરા રાજકોટમાંથી ગૂમઃ પોલીસે અપહરણનો ગુનો નોંધ્યો

મોરબી રોડના કારખાનેથી જમવા જવાનું કહીને નીકળ્યા બાદ ગાયબ

રાજકોટ તા. ૨૫: મોરબી રોડ પર આવેલા બેડી ગામમાં રહેતાં દેવજીભાઇ ગગજીભાઇ બાળોદરા (કોળી) (ઉ.૫૦)ની ૧૭ વર્ષની દિકરી ૨૩મીએ રાજકોટના મોરબી રોડ પર શ્રીરામ પાર્ક-૨માં ઇમિટેશનના કારખાનામાં કામ કરતી હોઇ ત્યાં શેઠને જમવા જવાનું કહીને નીકળ્યા બાદ ગૂમ થઇ જતાં શોધખોળ બાદ પોલીસને જાણ કરવામાં આવી છે.

બી-ડિવીઝનના પીએસઆઇ આર. એસ. સાકરીયાએ દેવજીભાઇની ફરિયાદ પરથી અજાણ્યા શખ્સ સામે આઇપીસી ૩૬૩ મુજબ અપહરણનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. દેવજીભાઇના કહેવા મુજબ ગૂમ થયેલી તેની દિકરી ત્રણ બહેન અને બે ભાઇમાં નાની છે. તે મોરબી રોડ પર કારખાને ઇમિટેશનનું કામ કરવા ટિફીન લઇને જતી હતી. ૨૩મીએ ત્યાંથી ઘરે જમવા જવાનું કહીને નીકળ્યા બાદ ગાયબ થઇ ગઇ હતી. પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. (૧૪.૯)

 

(5:20 pm IST)