Gujarati News

Gujarati News

News of Saturday, 25th November 2017

મારામારી તથા ચોરીના ગુન્હામાં સામેલ ગુલાબગીરી પાસામાં

ભકિતનગર પોલીસે વોરન્ટની બજવણી કરી

રાજકોટ તા. રપઃ મારામારી, વાહન ચોરી તથા ઘરફોડ ચોરીના ગુન્હામાં સામેલ બાવાજી શખ્સને પોલીસ કમિશ્નર શ્રી ગેહલોતે પાસામાં ધકેલી દીધો છે.

મળતી વિગત મુજબ મારામારી વાહન ચોરી તથા ઘરફોડ ચોરીના ગુન્હામાં સંડોવાયેલ મૂળ પાલીતાણાના મુનકી ધાર ગામના હાલ નાડોદાનગર મેઇન રોડ પર રહેતા ગુલાબગીરી રણછોડગીરી મેઘનાથી (ઉ.વ. ૩૦) ને પાસામાં ધકેલવા માટે પોલીસ કમિશનરે વોરંટ ઇશ્યુ કરતા ભકિતનગર પોલીસ મથકના પી.આઇ. વી. કે. ગઢવી, પીએસઆઇ. પી.એમ. ધાખડા, એએસઆઇ ઇન્દુભા રાણા, હેડ કોન્સ. રણજીતસિંહ પઢારીયા, નિલેશભાઇ મકવાણા, વાલજીભાઇ જાડા, સલીમભાઇ મકરાણી, પ્રવીણભાઇ ગઢવી, રાણાભાઇ કુગશીયા, ભાવેશભાઇ મકવાણા, દીપકભાઇ ડાંગર, દેવાભાઇ ધરજીયા તથા ભાવીનભાઇ ગઢવીએ બાવાજી શખ્સની પાસા હેઠળ અટકાયત કરી વડોદરા જેલમાં ધકેલી દીધો હતો. (૭.ર૬)

 

(5:03 pm IST)