Gujarati News

Gujarati News

News of Saturday, 25th November 2017

ઉદયનગરમાં મહિલા સંચાલીત જુગારધામ પર દરોડોઃ મહિલાઓ સહિત ૬ પકડાયા

મકાન માલીક જયશ્રી, શોભના, ભાવના, શારદા, સુનીલ અને કમલેશની ધરપકડ

રાજકોટ તા. રપઃ મવડી રોડ પર આવેલા ઉદયનગરમાં મીસ્ત્રી મહિલા સંચાલીત જુગારધામ પર બાતમીના આધારે માલવીયાનગર પોલીસે દરોડો પાડી ચાર મહિલાઓ સહિત છ શખ્સોને પકડી લીધા છે.

મળતી વિગત મુજબ માલવીયાનગર પોલીસ મથકના પીઆઇ એમ. ડી. ચંદ્રાવાડીયાના માર્ગદર્શન હેઠળ ડી સ્ટાફના પીએસઆઇ પી.એલ. ધામા, એએસઆઇ વી. પી. ઝાલા, કોન્સ્ટેબલ અરૂણભાઇ બાંભણીયા, મયુરસિંહ જાડેજા, ઇન્દ્રજીતસિંહ ગોહીલ અને દીલીપસિંહ જાદવ સહિત એરીયા ડોમીનેશનમાં હતા ત્યારે અરૂણભાઇ અને ઇન્દ્રજીતસિંહને મળેલ બાતમીના આધારે મવડી રોડ ઉદયનગર-ર શેરી નં. ૧૦ માં રહેતી જયશ્રી જયસુખભાઇ વાડોદરીયા (ઉ.વ.૩૬)ના મકાનમાં દરોડો પાડી તીનપતીનો જુગાર રમતા મકાન માલીક જયશ્રી તથા શીવધામ સોસાયટી શેરી નં. ર ની શોભના ભુપતભાઇ ચાવડા (ઉ. ૩પ), રામ સોસાયટી મેઇન રોડ માર્કેટ યાર્ડ પાસે રહેતી ભાવના ભરતભાઇ હેરભા (ઉ.વ. ૩પ), ગોંડલ ચોકડી પાછળ આગમન ફલેટ નં. પ૦૪માં રહેતી શારદા લીલાભાઇ ટાંક (ઉ.વ. પ૦), પુનીતનગર પાસે કર્મચારી સોસાયટીનો સુનીલ દિનેશભાઇ રાઠોડ (ઉ.વ.૪૩) તથા ગોકુલધામ આર.એમ.સી. કવાટર્સ કવાટર નં. ૧ર૬પમાં રહેતો કમલેશ ગોરધનભાઇ ટાંક (ઉ.વ. ર૪) ને પકડી લઇ રૂ. રર,૬૩૦ની રોકડ તથા પાંચ મોબાઇલ મળી કુલ રૂ. ર૭,૬૩૦ ની મતા કબજે કરી કાર્યવાહી કરી હતી.

 

(5:01 pm IST)