Gujarati News

Gujarati News

News of Saturday, 25th November 2017

ઉદ્યોગકારોને મળવાપાત્ર સહાય અંગે માર્ગદર્શન : રીઝર્વ બેંક અને ગ્રેટર ચેમ્બર દ્વારા સેમીનાર

રાજકોટ : ઉદ્યોગકારોને જુદી જુદી યોજનાઓ અંતર્ગત મળતી સહાય અંગે માર્ગદર્શન પુરૂ પાડવા રીઝર્વ બેંક અને ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા એક સેમીનાર એન્જીનીયરીંગ એસો.ના હોલમાં યોજવામાં આવ્યો હતો. રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ફાઇનાન્સીયલ ઇન્કલુઝન વિભાગના ડે. જનરલ મેનેજર ડી. બી. સીંઘ અને અન્ય અધિકારીઓની બનેલી ટીમે ઉપસ્થિત રહી ઉદ્યોગકારોને જરૂરી માર્ગદર્શન પુરૂ પાડયુ હતુ. ઉપરાંત કેટલીક એજન્સીઓ જેવી કે સીડબી, એન.એસ.આઇ.સી., રીસીવેબલ એક્ષ્ચેન્જ ઓફ ઇન્ડિયા તેમજ રાષ્ટ્રીયકૃત બેન્કોના ઉચ્ચ અધિકારીઓ કે. વી. સિંહ ડી.જી.એમ. દેના બેંક, શ્રી રીંગાસીયા ડી.જી.એમ. બેન્ક ઓફ બરોડા તથા એજી.એમ. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા તેમજ ગ્રામીણ બેંક અને ખાદી તથા ગ્રામોદ્યોગ વિકાસ એજન્સીના ઉચ્ચ અધિકારીઓએ ખાસ ઉપસ્થિત રહી જુદી જુદી લાભકર્તા યોજનાઓ અંગે જાણકારી આપી હતી. સેમીનારના મુખ્ય મહેમાન તરીકે ગ્રેટર ચેમ્બર પ્રમુખ ધનસુખભાઇ વોરા અને અતિથિ વિશેષ તરીકે અમુલ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન તથા જાણીતા ઉદ્યોગપતિ સુરેશભાઇ સંતોકી ઉપસ્થિત રહ્યા હતા. પ્રારંભમાં રીઝર્વ બેંકના ડે. જી.એમ. ડી.બી.સીંઘે સૌનું સ્વાગત કર્યા બાદ વકતવ્યનો દોર આગળ ધપાવવામાં આવ્યો હતો. એમએસએમઇ સેકટરના ઉદ્યોગકારોને મદદરૂપ બનવા ખાતરી ઉચ્ચારવામાં આવી હતી. કાર્યક્રમના અંતે રીઝર્વ બેન્કના અધિકારી અને કાર્યક્રમના સંકલનકાર દિવ્યાંગ શુકલ દ્વારા આભાર વ્યકત કરાયો હતો. કાર્યક્રમના આયોજનમાં કરોડરજજુ સમાન કાર્ય કરવા બદલ કાંતીભાઇ જાવીયા ઉપપ્રમુખ ગ્રેટર રાજકોટની નોંધ લઇ આભાર વ્યકત કરવામાં આવેલ. (૧૬.૨)

 

(4:59 pm IST)