Gujarati News

Gujarati News

News of Saturday, 25th November 2017

સફાઇમાં બેદરકારી સબબ ૧ હજાર કામદારોને ૨૦ લાખનો દંડ

કોલ સેન્ટરમાં ગંદકીની રોજ ની ૫ થી ૬ ફરિયાદ નોંધાય છેઃ 'સ્વચ્છતા એપ' થકી ફરિયાદ કરવાની લોકોને ટેવ પડે : કામદારોની હાજરીનું કડક ચેકીંગ શરૂ કરાયુ

રાજકોટ તા. ૨૫: મ્યુ. કોર્પોરેશનમાં સફાઇની ફરીયાદો વધતા સફાઇ કામદારોની હાજરી બાબતે મ્યુ. કમિશ્નરની સુચનાથી શહેરના તમામ વોર્ડમાં ઓચિંતુ ચેકીંગ હાથ ધરી છેલ્લા ૨૫ દિવસમાં બેદરકારી સબબ ૫૦૦ કામદારોને નોટીસ ફટકારવામાં આવી છે. તેમજ ૧ હજાર કામદારોને ૨૦ લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. કામદારોની હાજરીનું કડક ચેકીંગ શરૂ કરાયુ છે.

આ અંગે કોર્પોરેશનાં સોલીડ વેસ્ટ શાખા માંથી મળતી પ્રાપ્ત માહિતી મુજબ રાજકોટ મહાનગરપાલિકાના કમિશ્નર બંછાનિધી પાનીની સુચના અનુસાર આજેસોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના પુર્વ-વેસ્ટ ઇસ્ટ સહિત ત્રણેય ઝોનના જુદા-જુદા વોર્ડ ઓફીસમાં સફાઈ કામદારશ્રીઓનું ચેકીંગ કરતા ૧ નેમ્બર થી ૨૫ નવેમ્બર સુધીમાં ૫૦૦ સફાઈ કામદારોને નોટીસ આપવામાં આવી છે.   તથા એક હજાર કામદારોનાં એક દિવસનો પગાર કપાત કરવામાં આવતા ૨૦ લાખનો દંડ વસુલ કરવામાં આવ્યો છે.

તંત્રનાં સુત્રો માંથી મળતી મિાહતી મુજબ કોર્પોરેશનનાં કોલ સેન્ટરમાં ગંદકીની ૫ થી ૬ ફરિયાદ નોંધાઇ છે. સ્વછ્ચતા એપ થકી સમસ્યાનો ૨૪ કલાકમાં ઉકેલ લાવવામાં  આવે છે. તંત્ર વાહકોએ જણાવ્યુ હતુ કે, લોકોને સ્વચ્છતા એપથી ફરીયાદની ટેવ પડે તેવા પ્રયોત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. (૨૮.૨)

 

(4:53 pm IST)