Gujarati News

Gujarati News

News of Saturday, 25th November 2017

વિકલાંગ શિક્ષિકા સાથે અભદ્ર વર્તન કરવાના ગુન્હામાં આચાર્ય પકડાયો

મહિલા પોલીસે આચાર્ય અમરદાસ દેસાણીની ધરપકડ કરી કાર્યવાહી કરી

રાજકોટ તા. રપ : કોઠારિયા રોડ વિસ્તારમાંં રહેતી વિકલાંગ શિક્ષિકા સાથે છેડતી કરી અભદ્ર વર્તન કરનારા શાળાના આચાર્યની મહિલા પોલીસે ધરપકડ કરી હતી.

મળતી વિગત મુજબ કોઠારીયા ગામમાં આવેલી તિરૂપતિ પ્રાથમીક શાળામાં ફરજ બજાવતા શિક્ષિકાએ ગત તા.૧૮/૧૧ના રોજ મહિલા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી તેણે ફરીયાદમાં જણાવ્યું હતું. કે, આચાર્ય અમરદાસ ભીમદાસ દેસાણી તેને તા.રપ ફેબ્રુઆરીથી પરેશાન કરી રહ્યા છે. પોતે વિકલાંગ હોવાથી પતિ કાયમ શાળાએ રિક્ષામાં લેવા મુકવા આવે છ.ે પરંતુ આચાર્ય અમરદાસ રિક્ષાને શાળાના ગ્રાઉન્ડમાં પ્રવેશવા દેતા નથી. એટલુ જ નહી કલાસ રૂમમાં તમે ભણાવતા નથી, સમયસર આવતા નથી તેવા ખોટા આ આક્ષેપ કરીને માનસિક ટોર્ચર કરે છ.ે અને સ્ત્રીની ગરીમાનું હનન થાય તેવું વર્તન કરતા હોવાનું જણાવ્યું હતું.

આ મામલે મહિલા પોલીસ મથકના પી.એસ.આઇ. એમ.કે. દેસાઇ તથા રાઇટર હિતેન્દ્રભાઇ ગઢવીને આચાર્ય અમરદાસ ભીમદાસ દેસાણી (ઉ.પર) (રહે. કોઠારીયા કોલોની)ની ધરપકડ કરી કાર્યવાહી કરી હતી. આચાર્ય શિક્ષકોને નોકરી બાબતે તથા રજા તેમજ નાનીનાની બાબતે ટોર્ચર કરતા શિક્ષકોએ અગાઉ આચાર્ય વિરૂધ્ધ કલેકટરને પણ અરજી કરી હતી. આથી તેની બારવણ ગામની પ્રાથમીક શાળામાં બદલી થઇ હતી અને અગાઉ પણ મહિલા કર્મચારીએ આચાર્ય વિરૂધ્ધ છેડતીની ફરીયાદ કરી હતી.(૬.૨૧)

 

(4:52 pm IST)