Gujarati News

Gujarati News

News of Saturday, 25th November 2017

અર્ચના પાર્કમાં ૪ છાત્રોના ૬ મોબાઇલ ફોન ચોરનારા ત્રણ શકમંદો સકંજામાં

રાજકોટ તા.૨૫: સાધુ વાસવાણી રોડ પર અર્ચના પાર્કમાં રહેતાં ચાર વિદ્યાર્થીઓના રૂમમાંથી ૮૫ હજારના છ મોબાઇલ ફોન  ચોરાઇ ગયા હતાં. આ ગુનાનો ભેદ ક્રાઇમ બ્રાંચ ઉકેલાવા તરફ છે. ત્રણ જેટલા શકમંદોને ઉઠાવી લઇ પુછતાછ હાથ ધરવામાં આવતાં આ ચોરીનો ભેદ ઉપરાંત અન્ય ગુનાના ભેદ ખુલવાની શકયતા છે.

ગત ૨૩મીએ આ ચોરી મામલે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં અર્ચના પાર્કમાં રહેતાં છાત્ર પૈકીના એક છાત્રએ ફરિયાદ નોંધાવી હતી. દરમિયાન ક્રાઇમ બ્રાંચને મળેલી માહિતી પરથી ત્રણ શકમંદોને ઉઠાવી લઇ તેની પુછતાછ શરૂ કરવામાં આવતાં આ ચોરી ઉપરાંતના બીજા ગુના ઉકેલાય તેવી શકયતા છે.

(4:51 pm IST)