Gujarati News

Gujarati News

News of Saturday, 25th November 2017

બુટલેગર યાકુબ મોટાણીના રિમાન્ડ પુરા થયાઃ નવા ગુનામાં ધરપકડઃ સાગ્રીતોના નામ ખુલ્યા

રાજકોટ તા. ૨૫: રાજકોટ-સોૈરાષ્ટ્ર અને ગુજરાતમાં મોટા પાયે ગેરકાયદે દારૂ ઘુસાડવામાં માહિર એવા મોસ્ટ વોન્ટેડ યાકુબ મુસા મોટાણીને પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલોૈતના સીધા માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાંચની ટૂકડીએ ૧૫મીએ ઉઠાવી લીધો હતો. રાજકોટના ૧૩ ગુનામાં તે વોન્ટેડ હતો. યાકુબને રિમાન્ડ માંગણી સાથે કોર્ટમાં રજૂ કરાતાં રિમાન્ડ પુરા થતાં આજે બીજા ગુનામાં ધરપકડની કાર્યવાહી કરવામાં આવી છે. પુછતાછમાં તેના બીજા ચારેક સાગ્રીતોના નામ પણ ખુલ્યા છે.

૨૦૦૬ થી અત્યાર સુધીમાં ઝડપાયેલા સ્થાનિક બુટલેગરોની પુછપરછને અંતે મુખ્ય સપ્લાયર તરીકે અવાર-નવાર યાકુબ મુસાનું નામ ઓનપેપર ખુલતુ રહ્યું હતું. પરંતુ ગમે તે કારણોસર તે હાથ આવતો નહોતો. આવનારી વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષી પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોૈત અને સંયુકત પોલીસ કમિશ્નર દિપક એસ. ભટ્ટ દ્વારા એસીપી ક્રાઇમ જયદિપસિંહ સરવૈયા અને પી.આઇ. એચ.એમ. ગઢવીને વોન્ટેડ ગુનેગારોને હરહાલમાં ઝડપી લેવા સુચના આપી હતી. આ અંતર્ગત પી.એસ.આઇ. આર. સી. કાનમીયાની ટૂકડીએ તેને વાપીથી પકડી લીધો હતો.

એસીપી ક્રાઇમ જે. એચ. સરવૈયા અને પી.આઇ. એચ. એમ. ગઢવીની રાહબરી હેઠળ યાકુબની પુછતાછ કરવામાં આવી હતી. ટૂકડી તેને લઇ વાપીના તેના ઘરે પણ તપાસ કરવા ગઇ હતી. એક ગુનાના રિમાન્ડ પુરા થતાં નવા ગુનામાં ધરપકડ કરી રિમાન્ડ મેળવાશે. કેટલાક સાગ્રીતોના નામ ખુલતાં શોધખોળ શરૂ થઇ છે. (૧૪.૧૦)

 

(4:50 pm IST)