Gujarati News

Gujarati News

News of Saturday, 25th November 2017

રાજકોટ દક્ષિણની બેઠક પર 'આપ'ના ગીરીશ મારવીયાની ઉમેદવારીઃ ત્રણ પાટીદારો વચ્ચે જંગ

રાજકોટ તા. રપઃ આમ આદમી પાર્ટીએ રાજકોટ દક્ષિણની ૭૦-વિધાનસભા બેઠક પર યુવા પાટીદાર નેતા ગીરીશ મારવીયાને ટીકીટ આપી છે. આ વિધાનસભા બેઠક પર ત્રણેય પક્ષોના પાટીદાર ઉમેદવારો વચ્ચે જંગ સર્જાયો હોય ભારે રસાકસી નીમી છે.

ગુજરાતમાં આમ આદમી પાર્ટીની શરૂઆતથી જ પાર્ટી સાથે જોડાયેલા ગીરીશભાઇ મારવીયા કોઇ અપેક્ષા વગર આ વિસ્તારમાં કાર્યો કર્યા હોય લોકોના હૃદયમાં માનભર્યું સ્થાન ધરાવે છે. તેમણે પક્ષ અને લોકોએ મૂકેલા વિશ્વાસમાં ખરા ઉતરવાની ખાતરી આપી છે.

ગીરીશભાઇએ જણાવ્યું કે તેઓ શિક્ષણ, આરોગ્ય, બેરોજગારી જેવા પ્રજાલક્ષી કામો પ્રત્યે ધ્યાન આપશે. (૭.રપ)

 

(4:46 pm IST)