Gujarati News

Gujarati News

News of Saturday, 25th November 2017

આજીડેમ ચોકડી પાસે નીતિન સારેસાને પ્રવિણ ઉર્ફે પલીયો અને અરવિંદે છરી ઝીંકી

પલીયાને સલીમ હાલા સાથે ડખ્ખો થયો'તોઃ તું કેમ સમાધાન કરવાનુ કહે છે તેમ કહી બંનેએ છરી ઝીંકી હડધુત કર્યોઃ પ્રવિણની ધરપકડ

રાજકોટ તા.રપ : આજીડેમ ચોકડી સર્કલ પાસે અગાઉના મિત્ર સાથે થયેલા ઝઘડાનું સમાધાન બાબતે દલિત યુવાનને બોલાવી ગંજીવાડાના બે કોળી શખ્સોએ છરી ઝીંકી જ્ઞાતિ પ્રત્યે હડધુત કર્યાની ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ ગંજીવાડા મેઇન રોડ સસ્તા અનાજની દુકાનની બાજુમાં રહેતો નીતિન ઉર્ફે બાડો ખીમજીભાઇ સારેસા (ઉ.વ.ર૪) ગઇકાલે પોતાના ઘર પાસે હતો ત્યારે નામચીન પ્રવિણ ઉર્ફે પલીયો ગણેશભાઇ ચૌહાણે તેને ફોન કરી આજીડેમ ચોકડી સર્કલ પાસે રીક્ષા સ્ટેન્ડ પાસે બોલાવી અને કહેલ કે, અમારી બાજુમાં રહેતા સલીમ હાલા સાથે મારે બોલાચાલી થયેલ હતી. જે બાબતે તુ કેમ મને સમાધાન કરવાનું કહે છે, તેમ કહી પ્રવિણ ઉર્ફે પલીયો તથા તેની સાથે આવેલ અરવિંદ ઉર્ફે પલીયો તથા તેની સાથે આવેલ અરવિંદ ઉર્ફે છાયુ જાદવભાઇ કીહલાએ ઝઘડો કરી છરી વડે હુમલો કરી ગાળો આપી જ્ઞાતિ પ્રત્યે હડધુત કર્યો હતો. આ બનાવ અંગે નીતિન ઉર્ફે બાડાએ આજીડેમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા એસટીએસસી સેલના એસપીએ તપાસ આદરી છે અને આજીડેમ પોલીસે માંડાડુંગરમાં રહેતો નામચીન પ્રવિણ ઉર્ફે પલીયો ગણેશભાઇ ચૌહાણ (ઉ.વ.ર૪)ની ધરપકડ કરી હતી.

(4:45 pm IST)