Gujarati News

Gujarati News

News of Saturday, 25th November 2017

ન્યુ શકિત સોસાયટીમાં ફલોરમીલ ખાલી કરવા બાબતે વિધવા વૃધ્ધાને ધમકી

કાનો ભરવાડ, પ્રતિક ચંદારાણા અને રાજુ બાવાજી સામે ફરિયાદ

રાજકોટ તા.રપ : મોરબી રોડ જકાતનાકા પાસે ફલોરમીલ ખાલી કરવા બાબતે વિધવા કુંભાર મહિલાને ભરવાડ સહિત ત્રણ શખ્સોએ ધમકી આપતા ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ મોરબી રોડ, શકિત પાર્ક શેરી નં.૭માં રહેતા મુકતાબેન મનસુખભાઇ મુળીયા (કુંભાર) (ઉ.વ.૬પ)ની ન્યુ શકિત સોસાયટીમાં ફલોરમીલ આવેલ હોય જે ફલોરમીલ ખાલી કરી જતા રહેવા માટે ભગીરથ સોસાયટીનો કાનો નથુભાઇ ભરવાડ, પ્રતિક ચંદારાણા અને રાજુ બાવાજી (રહે. રાજારામ સોસાયટી-ર) એ આવી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તેમજ તેની સાથે અન્ય લોકોને પણ ધમકી આપી હતી. આરોપીમાં પ્રતિક ચંદારાણા અગાઉ દારૂના ગુનામાં તેમજ પોલીસમેન ઉપર છરી વડે હુમલો કરવાના ગુન્હામાં પણ પકડાઇ ચુકયો છે. આ અંગે બી-ડીવીઝન પોલીસ મથકના પીએસઆઇ આર.એસ.પટેલે તપાસ આદરી છે.

(4:42 pm IST)