Gujarati News

Gujarati News

News of Saturday, 25th November 2017

'પ્રેમ પદારથ મોટું': મંગળવારે પૂ. મોરારીબાપૂની ઉપસ્થિતીમાં રાજકોટમાં અનિલ ખંભાયતા સ્મરણોત્સવ

રાજકોટ તા. રપ : પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ તથા કલામર્મજ્ઞ શ્રી અનિલ ખંભાયતાની સ્મૃતિમાં મોરારીબાપુની પ્રેરક ઉપસ્થિતિમાં તા.ર૮ના મંગળવારે સાંજે ૪ કલાકે રાજકોટના હેમુ ગઢવી નાટયગૃહ ખાતે 'પ્રેમ પદારથ મોટું' શીર્ષકથી અનિલ ખંભાયતા સ્મરણોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

સ્મૃતિ-વંદનાના આ કાર્યક્રમમાં મોરારીબાપુ પોતાની પ્રસન્નતા વ્યકત કરીને પ્રાસંગીક વકતવ્ય આપશે. જાણીતા કટારલેખક અને વકતા જય વસાવડા અનિલ ખંભાયતાના વ્યકિતત્વના વિભિન્ન પાસાઓ પ્રગટ કરશે.  આ અવસરે વિખ્યાત સંગીત કલાકાર ઓસમાણ મીર સાંગીતિક પ્રસ્તૃતી કરવામાં આવશે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન નીતીન વડગામા કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે સાંસ્કૃતિક જગતમાં એક ઉત્તમ આયોજક-સંયોજક- તરીકેની ઓળખ ધરાવતા અનિલ ખંભાયતા સાહિત્ય અને સંગીત ઉપરાંત અનેક વિધ કલાપ્રવૃત્તિના પ્રેરક-પોષક તથા સંરક્ષક -સંવર્ધક બની રહ્યા હતા. કલા સાથેના એમના ઉત્કટ અનુબંધને કારણે ઉસ્તાદ બિસ્મિલ્લાખાન, પંડિત રવિશંકર, હરિપ્રસાદ ચોરસિયા, પંડિત જશરાજ, ઉસ્તાદ સુલતાનખાસાહેબ, પુરૂષોત્તમ ઉપાધ્યાય જેવા વિશ્વવિખ્યાત સાહિત્કારો તેમજ જાવેદ અખ્તર, સૂયૃભાનુ ગુપ્ત, અમૃત 'ઘાયલ', રમેશ પારેખ, રાજેન્દ્ર શુકલ, મનોજ ખંડેરિયા, અનિલ જોશી જેવા સમર્થ સાહિત્યકારોનું સાંનિધ્ય એમણે માણ્યું હતું અને એમના કાર્યક્રમોનું ગરિમાપૂર્ણ આયોજન પણ પાર પાડયું હતું. રાજકોટની 'સંગીતસભા' અને 'સંગીતસૌરભ' જેવી અનેક  સંસ્થાઓમાં રહીને એમણે મહત્વની ભૂમિકા ભજવી હતી તો મોરારિબાપુ પ્રેરિત 'આદ્યકવિ  નરસિંહ મહેતા સાહિત્યનિધિ' ના એક ટ્રસ્ટી તરીકેની જવાબદારી પણ સંભાળી હતી. આવા એક સહૃદય અને સર્વમિત્ર અનિલ ખંભાયતાની સ્મૃતિમાં પોતાના મિત્રો દ્વારા સ્મરણોત્સવનૂ઼ આયોજન કરવામાં આવ્યું છે અન રસ ધરાવતા ભાવકોને અનિલ ખંભાયતા મિત્ર-વિશ્વવતી નિમંત્રણ પાઠવવામાં આવ્યું.

(4:42 pm IST)