Gujarati News

Gujarati News

News of Saturday, 25th November 2017

કાલાવડ રોડ પર શનિવારની બજારનો વિરોધઃ વિસ્તારવાસીઓ દ્વારા ચક્કાજામ

રાજકોટઃ શહેરનાં કાલાવડ રોડ પર  દર શનીવારે ભરાતી બજારનાં કારણે રોડ ઉપર અસહ્ય ટ્રાફિક જામ અને ગંદકી સહિતનું ન્યુસન્સ ફેલાયુ છે. જેથી આસપાસના વિસ્તારોમાં રહેતા લોકો ત્રાહિમામા પોકારી ઉઠયા છે અને આજે સવારે ૧૧:૩૦ વાગ્યાની આસપાસ વિસ્તારવાસીઓ એકત્રીક થઇ રોડ પર ચક્કાજામ કરી અને શનીવાર બજાર સામે ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો. પોલીસે સ્થળ પર પહોંચી ટોળાને વીખેર્યુ હતુ. તે વખતની તસ્વીરોમાં લોકોનાં ટોળા અને પોલીસ નજરે પડે છે.નોંધનીય છે કે, શનીવાર બજાર આસપાસનાં એવરેસ્ટ પાર્ક, પ્રધ્યુમનલોર્ડઝ બિલ્ડીંગ, રીવેડા વોવ બિલ્ડીંગ વગેરેનાં રહેવાસીઓએ આ ચક્કાજામ કરી અને તંત્રને જગાડવા પ્રયાસ કર્યો હતો. અને આગામી સોમવારે આ બાબતે મ્યુ ન કમિશ્નરને રજૂઆત કરવા જનાર હોવાનું વિસ્તારવાસીઓએ જણાવ્યુ હતુ.(તસ્વીરઃ સંદિપ બગથરીયા)

 

(4:31 pm IST)