Gujarati News

Gujarati News

News of Saturday, 25th November 2017

રાજકોટ યાર્ડમાં કાલથી ઘઉંની હરરાજી શરૂ થશેઃ વેપારી-મજુરો વચ્ચે સમાધાન

રાજકોટ, તા., ૨૫ : રાજકોટ (બેડી) માર્કેટયાર્ડ ખાતે તોલાટ પ્રશ્ને વેપારીઓ અને મજુરો વચ્ચેનો વિવાદ ઉકેલાઇ જતા કાલથી ઘઉંની હરરાજી ફરી શરૂ થઇ જશે.

બેડી યાર્ડમાં ઘઉંની હરરાજીમાં તોલાટ પ્રશ્ને વેપારીઓ અને મજુરો વચ્ચે વિવાદ સર્જાયો હતો. હાલમાં મજુરો ઘઉંના એક કટ્ટાના ૩ રૂ. અને એક ગુણીના ૬ રૂ. મજુરી લ્યે છે. વેપારીઓએ આ મજુરીના દરનો વિરોધ કરી ઘઉંનું વજન વે-બ્રીજમાં કરાવવા અને યાર્ડ ખાતે જ વે-બ્રીજ શરૂ કરવા માંગણી કરી હતી.

વેપારી અને મજુરો વચ્ચે સર્જાયેલ વિવાદ ઉકેલવા યાર્ડના વાઈસ ચેરમેન હરદેવસિંહ જાડેજા દ્વારા આજે બપોરે બન્ને પક્ષોની મીટીંગ બોલાવી  હતી જેમાં  વેપારીઓ અને મજુરો વચ્ચે સમાધાન થઇ ગયું હતું. કાલથી યાર્ડમાં ઘઉંની હરરાજી શરૂ થઇ જશે. (૪.૧૪)

 

(4:30 pm IST)