Gujarati News

Gujarati News

News of Saturday, 25th November 2017

રામનાથપરામાં રજપૂત વેપારીની હત્યાના પ્રયાસમાં વધુ એક પકડાયો

એ-ડીવીઝન પોલીસે કૌશિક રાણપરાની ધરપકડ

રાજકોટ તા.રપ : રામનાથપરા વિરાણીવાડી સામે મીરા હાર્મોનિયમ રીપેરીંગની દુકાન પાસે રજપુત વેપારીની હત્યાનો પ્રયાસ કરનાર વધુ એક શખ્સને એ ડીવીઝન પોલીસે ધરપકડ કરી છે.

મળતી વિગત મુજબ રામનાથપરા મકરબા શેરીમાં રહેતા રાજુભાઇ મનસુખભાઇ દેવડા (ઉ.વ.પર) ગત તા.રપ-૧૦ના રોજ પોતાની રામનાથપરા વિરાણીવાડી સામે મીરા હાર્મોનિયમ રીપેરીંગની દુકાને હતા ત્યારે રામનાથપરા-૧માં રહેતો આબીદ ઉર્ફે આબલો ફારૂકભાઇ કામદાર તથા બે અજાણ્યા શખ્સોએ આતંક મચાવી રાજુભાઇને ગાળો આપી દુકાન બંધ કરી દેવાની ધમકી આપી હુમલો કર્યો હતો. આ બનાવ અંગે એ ડીવીઝન પોલીસે ત્રણેય વિરૂધ્ધ હત્યાની કોશિષનો ગુન્હો દાખલ કરી આબીદ ઉર્ફે આબલો કામદાર સહિત બે શખ્સોની ધરપકડ કરી હતી. આ બનાવમાં ગઇકાલે એ ડીવીઝન પોલીસે લાખના બંગલા પાસે અક્ષરનગર આશાપુરા કોમ્પ્લેક્ષમાં રહેતો કૌશિક અરવિંદભાઇ રાણપરા (ઉ.વ.૩૦)ની ધરપકડ કરી હતી.(૩-૧૭)

 

(4:30 pm IST)