Gujarati News

Gujarati News

News of Saturday, 25th November 2017

પરેશ રાવલ રાજકોટમાં : સાંજથી પુરૂષોત્તમ રૂપાલા સાથે સભાઓ ગજવશે

છત્તીસગઢના મુખ્યમંત્રી ડો. રમણસીંગ કાલે પબ્લીક મીટીંગમાં ભાગ લેશે

રાજકોટ, તા. ૨૫ : ગુજરાત ભાજપ પ્રદેશ પ્રવકતા શ્રી રાજુભાઈ ધ્રુવે જણાવ્યુ છે કે આજરોજ શનિવારે સાંજે ૬:૩૦ કલાકે કેન્દ્રીય મંત્રી શ્રી પરસોતમભાઈ રૂપાલા અને સાંસદ અને જાણીતા ફિલ્મ કલાકાર શ્રી પરેશભાઈ રાવલ વિધાનસભા-૬૯ મત વિસ્તારના ભાજપ કાર્યાલયનો ૧૫૦ ફૂટ રીંગ રોડ, રૈયા ટેલીફોન એક્ષચેન્જ પાસેથી શુભારંભ કરી જનસભાને સંબોધશે. ત્યારબાદ સાંજે ૭:૪૫ કલાકે શ્રી પરસોતમભાઈ રૂપાલા અને શ્રી પરેશભાઈ રાવલ જૈન યુવક મંડળ અક્ષર માર્ગ ખાતે સંમેલનમાં હાજરી આપશે.

આ કાર્યક્રમ બાદ રાત્રે ૮:૩૦ કલાકે પરસોતમભાઈ રૂપાલા કુમકુમ પાર્ટી પ્લોટ, ૧૫૦ ફૂટ રીંગ રોડ ખાતે પબ્લીક મીટીંગમાં ભાગ લેશે તો બીજી તરફ રાત્રે ૮:૪૫ કલાકે શ્રી પરેશભાઈ રાવલ સાધુ વાસવાણી રોડ, શાકમાર્કેટ પાસે પબ્લીક મીટીંગમાં ભાગ લેશે.

આ સિવાય છત્તીસગઢનાં મુખ્યમંત્રી શ્રી ડો. રમણસિંગ સાંજે ૭ કલાકે કુવાડવા રોડ પર રણછોડદાસ આશ્રમ પાસે પબ્લીક મીટીંગમાં ભાગ લેશે અને ત્યારબાદ તેઓ શ્રી રાત્રે ૮:૩૦ કલાકે રાજકોટ રૂલર વિધાનસભા-૭૧ મતવિસ્તાર ભાજપ કાર્યાલયનો ૧૫૦ ફૂટ રીંગ રોડ રાધે હોટલ પાસે શુભારંભ કરી પબ્લીક મીટીંગમાં ભાગ લેશે તેમ યાદીના અંતમાં જણાવાયું છે.

(4:06 pm IST)