Gujarati News

Gujarati News

News of Saturday, 25th November 2017

ચીકનગુનીયાની વ્યાધીમાંથી મુકત થવા માટે આયુર્વેદીક ઔષધીઓ અકસીર : સ્તવન શુકલ

અસંખ્ય દર્દીઓને તાવ અને સાંધાના દુઃખાવાથી મુકત કર્યા : સોમવારથી ગુરૂવાર સુધી રાહત દરે કેમ્પ

રાજકોટઃ  શહેર અને આસપાસના વિસ્તારો અત્યારે ચિકનગુનીયાના અજગર ભરડામાં પીસાઇ રહયા છે. ઘરે-ઘરે ચિકનગુનીયાના દર્દીઓ તાવ અને સાંધાના દુઃખાવાથી પીડાઇ રહયા છે. સંક્રમીત એડીસ મચ્છરના કરડવાથી ફેલાઇ રહેલ ચિકનગુનીયાના તાવના શારીરીક લક્ષણોમાં તાવ, કળતર, સાંધાનો દુઃખાવો, સાંધા જકડાઇ જવા, સખત નબળાઇ લાગવી, માથાનો દુઃખાવો, સ્નાયુઓમાં દુઃખાવો, અરૂચી, ઉલ્ટી, ઉબકા, ગળામાં દુઃખાવો, ઠંડી લાગવી, શરીરે ખંજવાળ આવવી અને ચાંઠા દેખાવા વગેરે છે.

અન્ય કોઇ ચિકિત્સા શાસ્ત્રોની ટ્રીટમેન્ટથી કે દવાથી ચિકનગુનીયાનો નાશ થતો નથી કે એની પીડામાંથી કાયમી મુકિત મળતી નથી. ત્યારે રાજકોટના સુપ્રસિધ્ધ યુવા વૈદ્યરાજ સ્તવન શુકલ કે જેમણે આયુર્વેદની અકસીર ઔષધીથી અસંખ્ય દર્દીઓને ચિકનગુનીયાના તાવ અને દુઃખાવામાંથી સાજા કર્યા છે.

તેઓ કહે છેકે ચિકનગુનીયાનો રામબાણ ઇલાજ આયુર્વેદીક ઔષધ જ છે. છેલ્લા થોડા મહિનાઓમાં આ તાવનો ઉપદ્રવ ભયંકર રીતે વધ્યો છે. રાજકોટમાં અને આસપાસના લોકોને આ વ્યાધીમાંથી મુકત કરવા તેઓ દ્વારા રાજકોટમાં તેમની કલીનીક, વેદાંત ઔષધાલય, ૯-પ્રહલાદ પ્લોટ, દિગ્વીજય રોડ, રાજકોટ ખાતે તા.ર૭ નવેમ્બર સોમવારથી ગુરૂવાર સુધી રાહતદરે ચિકનગુનીયા માટેનો ઔષધી કેમ્પ શરૂ કરી રહયા છે.

તેઓ  આ માટે જે ઔષધીઓ વિ.જે એકત્ર કરી આપે છે તેની પડતર કિંમત જ લેશે તેવું જણાવ્યું છે.  તેઓ જે દવાઓ આપે છે તે બજારમાં મળતી દવાઓ નથી, પરંતુ તેઓ જાતે શાસ્ત્રોકત રીતે તૈયાર કરેલ ઔષધી આપવાના આગ્રહી છે.  તેઓ ચિકનગુનીયાના માટે ચુર્ણ રૂપે ઔષધી આપે છે અને આયુર્વેદ ઉપચાર મુજબની પરેજીઓ સુચવે છે.

તેઓ જાતે જંગલો અને બીજા રાજયોમાં ફરી ઔષધી અને જડી-બુટ્ટીઓ એકત્ર કરી વિવિધ હઠીલા રોગોની સફળ સારવાર કરે છે. વૈદ્ય સ્તવન શુકલના દાદા અને પરદાદા પણ  ખુબ જ નામાંકિત વૈદ્યરાજ હતા.

રાજકોટ અને આસપાસના વિસ્તારના લોકોને આ ચિકનગુનીયા માટેના કેમ્પનો લાભ લેવા તેઓ આમંત્રણ આપે છે.

 કેમ્પનો સમયઃ સોમવાર તા.ર૭ થી ગુરૂવાર સુધી દરરોજ સવારે ૯ થી ૧ર, બપોરે ૪ થી ૭ સુધી રાખેલ છે. વધારે વિગતો માટે ૯૮૨૪૦ ૯૦૦૦૮ ઉપર સંપર્ક થઇ શકે છે. સ્થળઃ વેદાંત  ઔષધાલય, ૯-પ્રહલાદ પ્લોટ, દિગ્વીજય રોડ, રાજકોટ.

 

 

(5:29 pm IST)