Gujarati News

Gujarati News

News of Saturday, 25th November 2017

યુવાનોના રોજગારના પ્રશ્નો ઉકેલવાનો પ્રયાસ કરીશઃ ખેડુતોની સાથે જ રહીશ

રાજકોટ-૬૯ બેઠક ઉપરથી વલ્લભ મશરૂ અપક્ષમાંથી ઝંપલાવ્યુ

રાજકોટઃ તા.૨૫, રાજકોટ-૬૯ બેઠક ઉપરથી યુવા ઉમેદવાર વલ્લભ વિજયકુમાર મશરૂ (મો.૯૮૯૮૪ ૩૧૫૧૭) એ અપક્ષ દાવેદારી નોંધાવી છે તેઓનું ચુંટણી ચિન્હ પેન સ્ટેન્ડ છે.  તેઓએ જણાવેલ કે જો હું આ બેઠક ઉપરથી ચુંટાઇ આવીશ તો હાલમાં જે શિક્ષણ-ક્ષેત્રે ફી માં બેફામ વધારો જોવા મળી રહ્યો છે તે ઘટાડવાનો પ્રયત્ન કરીશ. ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારના બાળકોને ઉચ્ચ કક્ષાની શાળાઓમાં પ્રવેશ મળે તેવા પ્રયત્નો કરીશ. ધો.૮ સુધી અભ્યાસ કરેલા વલ્લભભાઈએ જણાવેલ કે હાલમાં ખેડૂતોને મગફળી અને કપાસના ભાવમાં જે નુકશાની વેઠવી પડે છે તે અટકાવવાના પ્રયત્નો કરીશ. રોડ, રસ્તા, ગટર, પાણીના પ્રશ્નો ઉપર પણ ધ્યાન આપવા તેઓએ જણાવેલ હતું.

તસ્વીરમાં વિજયભાઈ મશરૂ, જયેશભાઈ લાઠીયા, નેમીશભાઈ સુરાણી, રાહુલભાઈ ગાણોલીયા, પુનાભાઈ ટાળીયા, સાગરભાઈ જેઠવા, અનુપભાઈ સોલંકી, રમેશભાઈ જેઠવા, કલ્પેશભાઈ રાઠોડ અને જયંતિભાઈ મશરૂ નજરે પડે છે

(4:03 pm IST)