Gujarati News

Gujarati News

News of Saturday, 25th November 2017

ધો. ૧ર સામાન્ય અને વ્યવસાયલક્ષી પ્રવાહનું ૧પ.પ૮% પરિણામ

સૌથી વધુ ર૩.ર૦% પરિણામ ધરાવતુ તાપી અને ૧૦.૧૬% સાથે ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર જુનાગઢ

રાજકોટ, તા. રપ :  એચ.એસ.સી. ઓકટોબર-ર૦૧૭ની સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ તથા ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહનું પરિણામ આજે પ્રસિદ્ધ થયું છે. પરીક્ષાા રાજયના જીલ્લા મથકો ઉપરથલ લેવામાં આવેલ હતી. જેમાં ૧,૧૧,ર૦૩ પરિક્ષાર્થીઓ નોંધાયા હતા. જે પૈકી ૧,૦૪,પ૬૦ પરીક્ષાર્થીઓ પરીક્ષાઓમાં પ્રમાણપત્ર મેળવવાને પાત્ર થાય છે. આમ ઓકટોબર-ર૦૧૭ની પરીક્ષાનું રાજયનું સમગ્ર પરિણામ ૧પ.પ૮% આવેલ છે.

સામાન્યપ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ તથા ઉચ્ચતર ઉત્તરબુનિયાદી પ્રવાહના કુલ વિદ્યાર્થીઓ ૮૪,૬૪૮ અને વિદ્યાર્થીઓ ર૬,પપપ નોંધાયેલ છે. તે પૈકી ૭૯,પ૩૧ વિદ્યાર્થીઓ અને રપ,૦ર૯ વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહેલ છે. તે પૈકી ૧૦,૯પ૧ વિદ્યાર્થીઓ અને પ,૩૪૦ વિદ્યાર્થીનીઓ પ્રમાણપત્ર મેળવવાને પાત્ર થયેલ છે. આમ કુલ ૧૬,ર૯૧ વિદ્યાર્થીઓ પ્રમાણપત્ર મેળવવાને પાત્ર થયેલ છે. સમગ્ર રાજયનું વિદ્યાર્થીઓનું પરિણામ ૧૩.૭૭ ટકા અને વિદ્યાર્થીનીઓનું પરિણામ ર૧.૩૪ ટકા મળીને કુલ પરિણામ ૧પ.પ૮ ટકા આવેલ છે.

વિદ્યાર્થીઓને ર૦ ટકા પાસીંગ ધોરણનો લાભ આપવામાં આવેલ છે. ર૦ ટકા પાસીંગ ધોરણનો લાભ મેળવી પ્રમાણપત્ર મેળવવાનો પાત્ર ઉમેદવારોની સંખ્યા ૮૮ છે.

રાજયમાં સૌથી વધુ પરિણામ ધરાવતો જીલ્લો તાપી છે. જેનું પરિણામ ર૩.ર૦ ટકા છે અને સૌથી ઓછું પરિણામ ધરાવતો જીલ્લો જુનાગઢ છે, જેનું પરિણામ ૧૦.૧૬ ટકા છે. ગેરરીતિના કુલ ર૧૩ કેસ થયેલ છે. જે પૈકી વર્ગખંડની અંદર પરીક્ષા દરમ્યાન ગેરરીતી આચરનારા વિદ્યાર્થીઓની સંખ્યા ૪પ છે જયારે સીસીટીવછી કેમેરા દ્વારા પરીક્ષા ખંડમાં રેકોર્ડ થયેલ સીડીના કૂટેજ જિલ્લા મથકે બનાવેલ વર્ગ એકના અધિકારીઓની ટીમે જોતા જે પરીક્ષાર્થીઓ ગેરરીતિ આચરતા જણાય છે તેમના પરિણામો આ ટીમના રીપોર્ટ આધારે રીઝર્વ રાખેલ છે. જેની સંખ્યા ૧૬૮ ની થાય છે.

સૌરાષ્ટ્રનું પરિણામ

ક્રમ 

જિલ્લો

પરીક્ષાર્થીઓ

પાસ

નાપાસ

  

અમરેલી

૩૬૪૪

૩૯૭

૩૨૪૭

 

જામનગર

૧૬૨૩

૩૪૩

૧૨૮૦

  

જૂનાગઢ

૪૦૦૫

૪૦૭

૩૫૯૮

  

ભાવનગર

૬૦૦૩

૯૭૩

૫૦૩૦

  

રાજકોટ

૫૧૮૮

૮૨૫

૪૩૬૩

 

સુરેન્દ્રનગર

૩૭૯૩

૭૧૬

૩૯૭૭

 

પોરબંદર

૧૫૧૨

૧૮૫

૧૩૨૭

 

દેવભૂમિ દ્વારકા

  ૮૩૬

૧૪૭

૬૮૯

 

મોરબી

૧૭૬૭

૨૩૬

૧૫૩૧

(12:58 pm IST)