Gujarati News

Gujarati News

News of Saturday, 25th November 2017

દારૂની અડધી બોટલ સાથે એક, દેશીની ભઠ્ઠી ચલાવતાં મહિલા અને દેશી સાથે ત્રણ પકડાયા

એક શખ્સ પોલીસને જોઇ દારૂ મુકી ભાગ્યોઃ કુહાડા સાથે અને હદપાર ભંગ બદલ બે ભરવાડ શખ્સની અટકાયત

રાજકોટ તા. ૨૫: ચૂંટણી અંતર્ગત દારૂના દરોડામાં દારૂની અડધી બોટલ સાથે એક શખ્સને, દેશીની ભઠ્ઠી ચલાવતી જાળીયા ગામની મહિલાને તથા દેશી દારૂ સાથે ત્રણને પકડ્યા હતાં. એક શખ્સ દારૂ મુકી ભાગી ગયો હતો.

યુનિવર્સિટી રોડ પર નિલ'સ સિટી કલબ પાછળ રાજકમલ એપાર્ટમેન્ટ-૨૦૪માં રહેતો હિમાંશુ જયંતકુમાર મસરાણી (ઉ.૩૪) કોસ્મોપ્લેકસ સિનેમાના ગેઇટ પાસે રૂ. ૧૫૦નોઇંગ્લીસ દારૂ ભરેલી અડધી બોટલ સાથે મળતાં યુનિવર્સિટી પોલીસ મથકના હેડકોન્સ. હરેશભાઇ પરમારે પકડી લીધો હતો.

જાળીયાની સીમમાં દેશીની ભઠ્ઠી પર દરોડો

પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત, જેસીપી ડી.એસ. ભટ્ટ, ડીસીપી બલરામ મીણા, એસીપી બી. બી. રાઠોડ તથા કુવાડવા રોડ પોલીસ મથકના પી.આઇ. એ.આર. મોડીયાની રાહબરીમાં પીએસઆઇ એમ. કે. ઝાલા, હેડકોન્સ. પ્રકાશભાઇ વાંક, કોન્સ. મનિષ ચાવડા, હરેશ સારદીયા સહિતના પેટ્રોલીંગમાં હતાં ત્યારે પ્રકાશભાઇ વાંકને મળેલી બાતમી પરથી જાળીયા ગામની સીમમાં દરોડો પાડી નીમુ રમેશ સોલંકી (ઉ.૩૫) (દેવીપૂજક)ને દારૂની ભઠ્ઠી ચલાવતાં પકડી લઇ રૂ. ૩૪૦૦નો ૧૭૦ લિટર દારૂ, રૂ. ૩૩૫૦નો ૧૬૭૫ લિટર આથો, વાસણો, કેરબા, પતરાના બેરલો મળી કુલ રૂ. ૭૧૫૦નો મુદ્દામાલ કબ્જે લીધો હતો. દરોડો પડતાં નીમુનો પતિ રમેશ ભાગી ગયો હતો.

ઉપરાંત ઢેબર રોડ નારાયણનગર-૧૦માંથી કુલદીપસિંહ જયેન્દ્રસિંહ જાડેજાને રૂ. ૧૪૦ના દેશી દારૂ સાથે, રણુજા મંદિર પાસે વછરાજનગરમાંથી મીના જીલુ સોલંકીને રૂ. ૮૦ના દારૂ સાથે, મોટામવા ગામ પાછળ ચંદુભાઇની વાડી પાસેથી લક્ષ્મીના ઢોળા પર રહેતાં રવિ પ્રવિણભાઇ પરેશાને રૂ. ૬૦ના દેશી દારૂ સાથે પકડી લેવાયા હતાં. જ્યારે જુના ગંજીવાડા-૪૬માં  પોલીસે દરોડો પાડતાં ભાણજી મુળાભાઇ સોલંકી રૂ. ૨૦૦નો દારૂ મુકી ભાગી ગયો હતો.

બાબુ ભરવાડ કુહાડા સાથે પકડાયો

શાંતિ પાર્ક-૨માં રહેતો બાબુ સગરામભાઇ ચાવડીયા (ભરવાડ) (ઉ.૫૦) લીંબુડીવાડી મેઇન રોડ પરથી કુહાડો લઇને નીકળતાં ગાંધીગ્રામના હેડકોન્સ. પ્રવીણભાઇ મકવાણા અને કોન્સ. ક્રિપાલસિંહ જાડેજાએ પકડી લીધો હતો. 

મુનો ભરવાડ હદપાર ભંગ સબબ પકડાયો

ઘંટેશ્વર ૨૫ વારીયા કવાર્ટર ૧૫૦૯માં રહેતો મુન્નો છગનભાઇ ભરવાડ (ઉ.૩૨) હદપાર હોવા છતાં માધાપર ચોકડી પાસે આવતાં પીએસઆઇ એન. બી. ડાંગર અને કોન્સ. ભગીરથસિંહે પકડી લીધો હતો.

(12:56 pm IST)