Gujarati News

Gujarati News

News of Saturday, 25th November 2017

ગ્રીનલેન્ડ ચોકડીના બગીચા પાસે ટ્રકે ઉભેલી રિક્ષાને ઠોકરે લેતાં ગાંગાભાઇ ભરવાડનું મોત

મિત્રને મળી રિક્ષામાં બેઠા, રિક્ષા ચાલુ કરે એ પહેલા ટ્રક અથડાયોઃ ગોકુલનગરના પરિવારમાં શોક

રાજકોટ તા. ૨૫: સંત કબીર રોડપ ર ગોકુલનગરમાં રહેતાં ગાંગાભાઇ નાગજીભાઇ રાઠોડ (ઉ.૪૫) નામના ભરવાડ આધેડ ગઇકાલે બપોરે ગ્રીનલેન્ડ ચોકડીના બગીચા પાસે પોતાની રિક્ષામાં બેસી રિક્ષા ચાલુ કરે એ પહેલા જ ટ્રકે રિક્ષાને ઉલાળતાં ગંભીર ઇજા થતાં મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો છે.

જાણવા મળ્યા મુજબ ગાંગાભાઇ ગઇકાલે બપોરે ત્રણેક વાગ્યે પોતાની સીએનજી રિક્ષા લઇ મિત્રને મળવા ગ્રીનલેન્ડ ચોકડીના બગીચા પાસે સર્વિસ રોડ પાસેગયા હતાં. ત્યાંથી પરત જવા પોતાની રિક્ષામાં બેઠા હતાં. પણ રિક્ષા ચાલુ કરે એ પહેલા જ પાછળથી ટ્રકે ઠોકર મારતાં કમરના ભાગે ગંભીર ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પણ અહિ આજે વહેલી સવારે મોત નિપજ્યું હતું.

હોસ્પ્ટિલ ચોકીના રાણાભાઇ ચીહલા અને રવિભાઇ ગઢવીએ બી-ડિવીઝન પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનાર છ ભાઇ અને બે બહેનમાં ચોથા હતાં. સંતાનમાં પાંચ પુત્રી અને બે પુત્ર છે. બનાવથી સ્વજનો શોકમાં ગરક થઇ ગયા હતાં. પોલીસે ટ્રક ચાલક સામે કાર્યવાહી કરી હતી.

(12:55 pm IST)