Gujarati News

Gujarati News

News of Tuesday, 25th October 2022

કાલે નવા વર્ષના પ્રારંભે રાજકોટ રેન્‍જ આઈજી તરીકે અશોકકુમાર યાદવ ચાર્જ લેશે

બનાસકાંઠાના કાર્યકાળ દરમ્‍યાન એક ડઝન જેટલા કસાઈઓને પાસામાં ધકેલી દીધેલાઃ ગરીબ પરિવારની ૧૦૦ જેટલી દીકરીઓનો અભ્‍યાસ ખર્ચ પણ આ આઈપીએસ અધિકારી ઉઠાવે છે

રાજકોટઃ ઉતર સૌરાષ્‍ટ્ર અર્થાત  રાજકોટ રેન્‍જના આઈજીપી તરીકે જેમની પસંદગી થઈ છે. તેવા અશોકકુમાર યાદવ આવતીકાલે નવા વર્ષના પ્રારંભે પોતાનો ચાર્જ સંભાળનાર છે.

પ્રથમ તેઓ આજે ચાર્જ લેવાના હતા, પરંતુ સુત્રોમાંથી મળતી માહિતી મુજબ સાંજ સુધી સૂર્યગ્રહણ હોય આવતીકાલે ચાર્જ સંભાળવાનું નકકી કરવામાં આવ્‍યું છે.

સૌરાષ્‍ટ્રનો બહોળો અનુભવ ધરાવતા અને કડક તેમજ કાર્યદક્ષ અધિકારીની છાપ ધરાવતા આઈપીએસ દ્વારા બનાસકાંઠાના એસ.પી. તરીકેના કાર્યકાળ દરમ્‍યાન એક ડઝન જેટલા કસાઈઓને પાસામાં ધકેલી દીધા હતા.

બીજીતરફ લોકો તરફના તેમના માયાળુ વર્તનના ભાગરૂપે સામાન્‍ય અને ગરીબ પરિવારની ૧૦૦ જેટલી દીકરીઓને દત્તક લઈ તેઓના અભ્‍યાસનો ખર્ચ ઉઠાવવા સાથે તેમનો જન્‍મદિવસ પણ ત્‍યાં જ ઉજવ્‍યો હતો

(2:48 pm IST)