Gujarati News

Gujarati News

News of Tuesday, 25th October 2022

દિવાળી તહેવારમાં રાજકોટમાં કુલ ૮૮ સ્‍થળે આગના છમકલાઃ ફટાકડાને કારણે આગ લાગીઃ લાતીપ્‍લોટમાં બી.એમ. ટ્રેડીંગમાં આગથી મોટુ નુકસાનઃ મોડી રાતે લાગેલી આગ સવારે કાબુમાં આવી

હનુમાન મઢી પાસે ઘરમાં આગ લાગી, અમુક સ્‍થળે કારમાં, રેંકડીઓમાં તો ક્‍યાંક ઝાડમાં આગ ભભૂકીઃ ફાયર બ્રિગેડના બંબાના સાયરનો રાતભર ગુંજ્‍યાઃ સતત જહેમત ઉઠાવી આગ કાબુમાં લીધી

રાજકોટઃ દિવાળીની રાતે ફટાકડાને કારણે આગ લાગવાના ૮૮ જેટલા બનાવો શહેરભરમાં બનતાં ફાયર બ્રિગેડની ગાડીઓના સાયરન સતત ગુંજ્‍યા હતાં. ફાયર બ્રિગેડ તંત્રએ અગાઉથી જ દિવાળીની રાતે લાગતી આગના બનાવોને ધ્‍યાને રાખી અલગ અલગ વિસ્‍તાર મુજબ મીની ફાયર સ્‍ટેશન ઉભા કરી રાખ્‍યા હતાં. રાતભર ફાયર બ્રિગેડના બંબા દોડતાં રહ્યા હતાં. લાતી પ્‍લોટ-૭માં આવેલા બી. એમ. ટ્રેડીંગ કોર્પોરેશન તથા બી ફોર બોમ્‍બે કોર્પોરેશનમાં આગ લાગતાં ફાયર બ્રિગેડના પાંચથી વધુ બંબા દોડી ગયા હતાં. હાર્ડવેરનો મોટો સામન આ સ્‍થળે રાખયો હોઇ આગ વિશાળ રૂપ પકડી ચુકી હોઇ વધારાના બંબા બોલાવવા પડયા હતાં. આઠેક કલાકની જહેમત બાદ સવારે આગ કાબૂમાં આવી હતી. આ બંને સ્‍થળે માલિક હાસુદીન ભારમલ અને શબ્‍બીરભાઇ હાજર હતાં. આગથી મોટી નુકસાની થયાનું જણાવાયું હતું.

સોૈરાષ્‍ટ્ર યુનિવર્સિટી રોડ પર સંજય વાટીમા, નાના મવા રોડ સંકેત હોસ્‍પિટલ પાસે વંડામાં, એરપોર્ટ ફાટક પાસે દેરાસર સામે વરંડામાં, ગિરીરાજ હોસ્‍પિટલ પાસે વરંડામાં, પ્રેમ મંદિર પાછળ પીડબલ્‍યુડીના વંડામાં, ધરમનગરમાં કચરાના ઢગલામાં, અક્ષરનગરમાં મંદિર પાસે એપાર્ટમેન્‍ટમાં, મયુરનગરમાં બગીચા પાસે કચરાના ઢગલામાં, હરીપર પાટીયે મોટલ ધી વિલેજ પાસે કારમાં આગ લાગતાં ફાયર બ્રિગેડે બુઝાવી હતી.

આ ઉપરાંત રાજમોતી મીલ ડેલામાં, કેન્‍દ્રીય વિદ્યાલય પાસે કચરામાં, બાલાજી હોલ પાસે વંડામાં, ડ્રાઇવ ઇન સિનેમા પાસે વંડામાં, આર. કે. નગર, જુની જેલ પાસે, ગોંડલ રોડ પરીન ફર્નિચરના વંડામાં, કટારીયા ચોકડી અર્જુન પાર્ટી પ્‍લોટના વંડામાં, સાધુ વાસવાણી રોડ પર વંડા-કચરાઓમાં આગ લાગતાં ફાયર બ્રિગેડ સતત દોડતુ રહ્યું હતું. આ બધા બનાવો દિવાળીની રાતે બન્‍યા હતાં.

આ ઉપરાંત મોચીનગર, નાના મવા રોડ પહેલા વૃક્ષમાં આગ લાગી હતી. એસ્‍ટ્રોન ચોક કણસાગરા હોસ્‍પિટલ પાસે વંડામાં, હુડકો ચોકડી રાધા મીરા હોટલમાં, પંચશીલ રોડ વંડામાં, સાધુ વાસવાણી રોડ રાજ પેલેસના વંડામાં, થોરાળા પ્રાથમીક શાળા પાસે વંડામાં, ક્રિસ્‍ટલ મોલ સામે કચરામાં, ગોકુલધામ રોડ પર વંડામાં, રેલનગરમાં કોપર ગ્રીન પાસે વંડામાં, બોમ્‍બે હોટલ પાસે વંડામાં, રામાપીર ચોકડી પાસે કૃતિ રેસિડેન્‍સી પાસે ખુલ્લા વંડામાં, રામેશ્વર રોડ પર ચાઇનીઝ પંજાબીના મંડપથી બનાવેલા ઢાબામાં, જય ણેશ કાર શો રૂમ પાછળ વંડામાં, કેવડાવાડી, લાતી પ્‍લોટ-૧માં દુકાનમાં, આનંદનગર, જ્‍યુબીલ ગાર્ડન પાસે ભાવેશ મેડિકલ વાળા બિલ્‍ડીંગમાં ચોથા માળે, કુવાડવા રોડ પર ફોર્જ ઇન ફોર્જ કારખાનામાં, એસ્‍ટ્રોન ચોક વિકાસ મેડિકલ સામે રેંકડીઓમાં, રાણી ટાવર પાસે વં૯ામાં, હનુમાન મઢી ચોક મન મંદિર સામે મકાનમાં આગ લાગી હતી. લક્ષ્મીવાડી-૧૬/૧૦ના ખુણે ઇકો ગાડી સળગી ગઇ હતી.

આજીડેમ ચોકડીએ તુર્કીબાપુની દરગાહ પાસે ટ્રકમાં આગ લાગી હતી, ગાંધીગ્રામ ગોૈતમનગર, બજરંગવાડીમાં વંડાઓમાં આગ લાગી હતી. ગ્રીનલેન્‍ડ ચોકડી એસટીના પીકઅપ સ્‍ટેન્‍ડ પાસે લાકડાના ડેલામાં, સંત કબીર રોડ ગોવિંદ બાગ શાક માર્કેટ પાસે, બાપુનગર, ખડપીઠ રોડ, ૧૫૦ રીંગ રોડ મટુકી રેસ્‍ટોરન્‍ટ પાસે, કાલાવડ રોડ સ્‍વામિનારાયણ મંદિર પાસે અમરનાથ પાર્કમાં વંડાઓમાં આગ લાગી હતી. આમ આગના કુલ ૮૮ બનાવો બનતાં ફાયર બ્રિગેડના અધિકારીઓની રાહબરીમાં જવાનો રાતભર બંબા અને ફાયર સેફટીના સાધનો સાથે દોડતાં રહ્યા હતાં.

(12:59 pm IST)