Gujarati News

Gujarati News

News of Tuesday, 25th October 2022

કોઠારીયા સોલવન્‍ટ શિતળાધાર પરથી ૨૪ બોટલ દારૂ આજીડેમ પોલીસે જપ્‍ત કર્યો

ચેતના મકવાણા અને ગુલાબશા ચુડાસમાના નામ ખુલતાં શોધખોળ

રાજકોટઃ દિવાળી તહેવારમાં દારૂ-જૂગારની બદ્દીને ડામવા આજીડેમ પીઆઇ કે. જે. કરપડા અને ટીમ પેટ્રોલીંગમાં હતી ત્‍યારે પીએસઆઇ જે. કે. ગઢવી, જયદિપસિંહ ઝાલા સહિતની ટીમે શિતળાધાર ૨૫ વારીયામાં રહેતી ચેતના અશ્વિન મકવાણા (ઉ.૨૨)ના ઘરમાં દરોડો પાડતાં રૂા. ૧૨ હજારનો ૨૪ બોટલ દારૂ મળતાં કબ્‍જે કર્યો હતો. આ દારૂ ગુલાબશા ચુડાસમાએ ઉતાર્યો હોઇ બંને સામે ગુનો નોંધાયો હતો. બંનેની ધરપકડ બાકી છે.

(12:23 pm IST)