Gujarati News

Gujarati News

News of Tuesday, 25th October 2022

કાલાવડ રોડ સહજાનંદ સોસાયટીમાં આર.એમ.સી.ના અધિકારી સાસણ ગીર ફરવા ગયા ને ઘરમાં ચોરી થઇ

રાજકોટઃ કાલાવડ રોડ પર સહજાનંદ વાટીકા-૮ પ્‍લોટ નં. ૯૯માં રહેતાં અને આર.એમ.સી.માં એલ.એસ ઇન્‍સ્‍પેક્‍ટર તરીકે સાતેક વર્ષથી નોકરી કરતાં ઉમેશભાઇ આલાભાઇ વાઢેર (ઉ.૩૪)નું ઘર તા. ૨૨/૧૦થી બંધ હોઇ તેના તાળા તોડી અંદર પ્રવેશી તસ્‍કરો સોનાની ચાર ગ્રામની બુટી, નાકની બે ચુક મળી ૧૨ હજારના દાગીના અને એક હજારની રોકડ મળી તેર હજારની માલમત્તા ચોરી જતાં યુનિવર્સિટી પોલીસ સ્‍ટેશનના પીએસઆઇ બી. આર. ભરવાડે ગુનો નોંધ્‍યો છે. પરિવારજનો ઘરને બંધ કરી સાસણ ગીર ફરવા ગયા હતાં. દિવાળીને દિવસે પરત આવ્‍યા ત્‍યારે ઘરમાં ચોરી થયાની ખબર પડી હતી.

(12:22 pm IST)