Gujarati News

Gujarati News

News of Tuesday, 25th October 2022

શ્રી રામેશ્વર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જલારામ જયંતિએ મહાપ્રસાદઃ આ વખતે મોરબી હાઉસના મેદાનમાં યોજાશે

હજારો ભાવિકો ગુંદી, ગાંઠીયા, ખીચડી, કઢી, રોટલી, સંભારો, છાસનો મહાપ્રસાદ માણશે

રાજકોટઃ શ્રી રામેશ્વર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ૩૧મીએ ૨૨૩મી જલારામ જયંતિ મહોત્સવ નિમિતે મહાપ્રસાદનો કાર્યક્રમ મોરબી હાઉસ ગ્રાઉન્ડ (શાંતિ કલીનીક જંકશન પ્લોટ) પાસે ખાતે રાખવામાં આવેલ છે. ૩૧મીના સાંજે ૫ થી ૬ પૂજન વિધી, મહાઆરતી- સાંજે ૬:૩૦ કલાકે, મહાપ્રસાદ સાંજે ૭ કલાકે, ભકિત ગીત સંગીત સાથે શરૂ થશે.

ભાવિકો ગુંદી, ગાંઠીયા, ખીચડી, કઢી, રોટલી, સંભારો, છાસનો મહાપ્રસાદ માણશે. આશરે ૧૧ હજાર ભાઈઓ તથા બહેનો પ્રસાદ ગ્રહણ કરે છે. બન્ને માટે અલગ- અલગ વ્યવસ્થા રાખેલ છે.

આગેવાનોએ જણાવેલ કે છેલ્લા ૨૩ વર્ષથી સતત જલારામ જયંતિ મહોત્સવ ઉજવણી ભાટીયા બોર્ડીગ ગ્રાઉન્ડમાં કરવામાં આવે છે. પરંતુ આ વર્ષે ભાટીયા જ્ઞાતિની ભાગવત સપ્તાહ બેસતા વર્ષના દિવસથી શરૂ થાતી હોય સ્થળમાં ફેરફાર કરી મોરબી હાઉસના ગ્રાઉન્ડમાં શાંન્તિ કલીનીકની બાજુમાં જંકશન પ્લોટ ખાતે આયોજન કરવામાં આવેલ છે. જેની ખાસ નોંધ લેવા વિનંતી કરાઈ છે.

આયોજનમાં રાકેશભાઈ પોપટ, જેસ્યરામ ચતવાણી, જગદીશ ભોજાણી, ભરતભાઈ કોટક, હેમુભાઈ પરમાર, પરાગભાઈ કોટક, મનોજભાઈ લાલ, ચંદ્રકાંતભાઈ, શરદભાઈ પોપટ, જયેશભાઈ (લોહાણાચાલ), કાનભાઈ માણેક, શૈલેષભાઈ પોપટ, રાકેશભાઈ પોપટ, ચંદુભાઈ રાચ્છ (જલારામ ટ્રાન્સપોર્ટ), હરેશભાઈ દાવડા, અશ્વીનભાઈ બુધ્ધદેવ, જય કોટેચા, જગદીશભાઈ પોપટ, પ્રભુદાસ, રાજવીર, કીર્તીભાઈ સોમૈયા, પ્રફુલભાઈ કારીયા, જનકભાઈ કોટક, પ્રતાપભાઈ કોટક, શૈલેષભાઈ આહયા, રવી લાલ, હરેશભાઈ રાજા, અમીચંદભાઈ હીંગવારા, કિશોરભાઈ કોટક, જય જલ્યાણ ચેરીટેબલ ટ્રસ્ટ, હીન્દુ સોશ્યલ ગ્રુપ, જલારામ મીત્ર મંડળ, આઈ શ્રી ખોડીયાર ગરબી મંડળ, શ્યામ મનોહર, લાલજી હવેલી, માધવ હવેલી, જંકશન પ્લોટ યુવક મંડળ, રઘુવંશી પરીવાર જંકશન પ્લોટ.

મુખ્ય દાતા તરીકે સચીનભાઈ ઠકકર, સંજયભાઈ રાચ્છ, રાજુભાઈ પોબારૂ (રાજકોટ લોહાણા મહાજન પ્રમુખશ્રી), તેજાભાઈ (ગાયત્રી ડેરી ફાર્મ), બાબુભાઈ (સદ્દગુરૂ ડેરી ફાર્મ), હરેશભાઈ રાજા, અમીચંદભાઈ હીંગવારા, હસુભાઈ (મહાલક્ષ્મી ગરમ મસાલા), શંકર મંડપ સર્વીસ, ટેકુભાઈ, રાજુભાઈ ઈલેકટ્રીકવારા, વસંત પબ્લીસીટી, રવીભાઈ ટંડન, જીલભાઈ અમલાણી, ચેતનભાઈ અમલાણી (શ્રીજી એન્ટરપ્રાઈઝ), ગ્રાઉન્ડ માટેની સેવા- પરબતભાઈ મેર, જીજ્ઞેષભાઈ જીવાણી, કિશોરભાઈ કોટક, અનીલભાઈ કોટક, હર્ષદ ભોજાણી, સોનુભાઈ આઈસ્ક્રીમવાળા, નિવર વસાણી, પંકજભાઈ (રાજશકિત ફરસાણ), અનીલભાઈ પાબારી, ભગવાનદાસ જુઠાભાઈ, રાજુભાઈ (નંદન), ઓધવજી પરસોતમ, અલ્પશે મદલાણીનો સહયોગ મળે છે.

આ ઉપરાંત  કિરીટભાઈ ગણાત્રા (અકિલા પ્રેસ), પરેશભાઈ વિઠ્ઠલાણી, રાજુભાઈ પોબારૂ (પ્રમુખ લોહાણા મહાજન), હસુભાઈ ભગદે, રાકેશભાઈ પોપટ, જનકભાઈ કોટક, પ્રતાપભાઈ કોટક, અશોકભાઈ ભુપતાણી, ચંદુભાઈ રાચ્છ, હરેશભાઈ દાવડા, અશ્વીનભાઈ બુધ્ધદેવ, જેસ્ટારામ ચતવાણીનું માર્ગદર્શન મળી રહ્યું હોવાનું જણાવેલ હતું.(

(4:37 pm IST)