Gujarati News

Gujarati News

News of Tuesday, 25th October 2022

બુધવારે સીટી-બી.આર.ટી.એસ. બસમાં બહેનોને વિનામૂલ્‍યે મુસાફરી

મેયર ડો.પ્રદીપ ડવ, સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન પુષ્‍કરભાઇ પટેલ તથા મ્‍યુનિ. કમિશનર અમિત અરોરાની જાહેરાત

રાજકોટ,તા.૨૪:  શહેરના લોકોને શહેરી પરીવહન સેવા પુરી પાડવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સિટી બસ સેવા તથા બી.આર.ટી.એસ. બસ સેવા ઉપલબ્‍ધ કરાવવામાં આવેલ છે. દર વર્ષનિ જેમ આ વર્ષે પણે તા.૨૬ બુધવારના રોજ ‘ભાઇબીજ' નિમિત્તે આ બંને બસ સેવામાં માત્ર મહિલાઓ-સ્ત્રીઓ માટે વિનામૂલ્‍યે બસમાં મુસાફરીની જાહેરાત પદાધિકારીઓ અને અધિકારીઓ દ્વારા કરવામાં આવી છે.

આ અંગે પ્રદિપ ડવ, પુષ્‍કર પટેલ, અમિત અરોરા દ્વારા જાહેરાત કરવામાં આવી છે.

આ અંગે મનપાની સતાવાર યાદીમાં જણાવ્‍યા મુજબ ‘ભાઇબીજ' તા.૨૬ બુધવારના રોજ હોય જેથી એ દિવસ દરમ્‍યાન કોઇપણ રૂટ પર ગમે તેટલી વખત ફક્‍ત મહિલા-સ્ત્રી મુસાફરો નિઃશુલ્‍ક મુસાફરી કરી શકશે. જયારે ભાઇઓ/પુરૂષ મુસાફરો એ તેઓની મુસાફરી અન્‍વયે રાબેતા મુજબ જ નિયત દરની ટીકીટ લેવાની રહેશે. જે બાબતે આજરોજ રાજકોટ મહાનગરપાલિકાના મેયર ડો. પ્રદીપ ડવ, સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન પુષ્‍કરભાઈ પટેલ તથા મ્‍યુનિ.. કમિશનર અમિત અરોરા તરફથી જાહેરાત કરવામાં આવેલ છે. તેમજ બહોળી સંખ્‍યામાં મહિલા-સ્ત્રી મુસાફરો દ્વારા રાજકોટ મહાનગરપાલિકાની આ નિઃશુલ્‍ક પરિવહન સેવાનો લાભ લેવા અનુરોધ કરવામાં આવેલ છે.

(3:54 pm IST)