Gujarati News

Gujarati News

News of Tuesday, 25th October 2022

દિવાળીના તહેવારની ઝુપડપટ્ટીના બાળકો સાથે અનોખી રીતે ઉજવણી કરી ભકિતનગર પોલીસે: પીઆઇ મયુરધ્વજસિંહ એમ. સરવૈયા અને ટીમનું આયોજન

રાજકોટઃ પ્રકાશના પર્વ દિવાળીના તહેવારની ભકિતનગર પોલીસ સ્ટેશન દ્રારા અનોખી ઉજવણી કરવામાં આવી હતી. ઝુપડપટ્ટીમા રહેતા શ્રમીકોના બાળકો કે જે દિવાળીના તહેવારની ઉજવણીથી વંચીત રહેતા હોઇ જેથી તેઓને ભકિતનગર પોલીસ સ્ટેશન ખાતે આમંત્રીત કરી તેઓ સાથે ભોજન લઇ ફટાકડા ફોડી દિવાળીના તહેવારની ઉજવણી કરવામા આવતા બાળકો ખુશખુશાલ થઈ ગયા હતા. બાળકોને પોલીસ સ્ટેશન ખાતે આમંત્રીત કરી તેઓ સાથે ભોજન લઇ ફટાકડા ફોડવાનો કાર્યક્રમ રાખત શ્રમીકોના બાળકોના ચહેરા ઉપર હર્ષ અને સ્મીતની લાગણી છવાઈ ગઈ હતી. આ ઉજવણીમા પીઆઈશ્રી મયુરધ્વજસિંહ એમ. સરવૈયા તથા સ્ટાફના અધીકારી/કર્મચારીઓએ સામેલ થઈ અનોખી રીતે ઉજવણી કરી હતી.

 

(11:33 pm IST)