Gujarati News

Gujarati News

News of Tuesday, 25th October 2022

રંગીલા રાજકોટમાં રંગેચંગે દિવાળી પર્વની ઉજવણી : અવનવા ફટાકડા ફોડીને કર્યા નવવર્ષના વધામણાં

નાના-મોટા બાળકો, વૃદ્ધો સહિત તમામ લોકો ભેગા થઇને આતશબાજી કરી

રાજકોટ : રંગીલા રાજકોટમાં લોકો રંગેચંગે દિવાળીની ઉજવણી કરી રહ્યા છે. લોકો ભેગા થઇને અવનવા ફટાકડા ફોડી ઉજવણી કરી રહ્યા છે. નાના-મોટા બાળકો, વૃદ્ધો સહિત તમામ લોકો ભેગા થઇને આતશબાજી કરીને ભવ્ય ઉજવણી કરી રહ્યા છે. ગરબા ગુજરાતીઓની આંતરરાષ્ટ્રીય ઓળખ છે. ત્યારે રાજકોટવાસીઓ ફટાકડાની સાથે સાથે ગરબાની પણ મજા માણતા નજરે ચડી રહ્યા છે.

રાજકોટમાં માત્ર એક ફેમિલી નહીં, પરંતુ સમગ્ર કુટુંબના સભ્યો એકઠા થઈને ઉજવણી કરતા જોવા મળ્યા. સગા વહાલા મિત્રો બધા મળીને ફટાકડા ફોડવાની મજા માણી રહ્યા છે ,બીજી તરફ ઘરની મહિલાઓ ગરબે ઝુમતી પણ જોવા મળી હતી. દિવાળીના તહેવારની સાથે રાજકોટવાસીઓ ગરબાની પણ મોજ માણી રહ્યા છે. ભગવાન શ્રી-રામ રાવણનો વધ કરી દિવાળીના દિવસે જ પત્ની સીતા, ભાઈ લક્ષ્મણ અને ભક્ત હનુમાન સાથે અયોધ્યામાં 14 વર્ષ બાદ પરત ફર્યા હતા. એ સમયે અયોધ્યામાં ભગવાનના સ્વાગત માટે ઘરે ઘરે દિવડાઓ પ્રગટાવવામાં આવ્યા હતા અને ઘરની બહાર રંગોળીઓ કરવામાં આવી હતી. એ જ પરંપરા વર્ષોથી ચાલી આવે છે અને દિવાળીના તહેવારની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવે છે.

 

(11:13 pm IST)