Gujarati News

Gujarati News

News of Tuesday, 25th October 2022

મહાદેવ એન્ટરપ્રાઈઝના નામે 13 લાખની છેતરપીંડી કરનારા બે આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચે ઝડપ્યા: ચાર દિવસના રિમાન્ડ

એશિયન પેઇન્ટમાંથી કલર મેળવી બોગસ ચેક આપીને 13 લાખથી વધુની રકમની છેતરપીંડી આચરી હતી

રાજકોટ શહેર ડી.સી.બી. પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૧૨૦૮૦૫૫૨૨૦૨૬૭૨૦૨૨ ઇ.પી.કો. કલમ ૪૦૬,૪૨૦,૪૧૯,૪૬૫,૪૬૭,૪૬૮,૪૭૧,૧૨૦-બી,૧૧૪ મુજબના ગુન્હાના કામે ફરીયાદીશ્રી સાથે ચીટીંગ કરનાર ર(બે) આરોપીઓની ધરપકડ કરી દીન-૦૪ ના રીમાન્ડ રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ રાજકોટ શહેર ડી.સી.બી. પોલીસ સ્ટેશનએ મેળવ્યા છે

ગુ.ર.નં.૧૧૨૦૮૦૫૫૨૨૦૨૬૭૨૦૨૨ ઇ.પી.કો. કલમ-૪૦૬,૪૨૦,૪૧૯,૪૬૫,૪૬૭,૪૬૮,૪૭૧,૧૨૦-બી, ૧૧૪ મુજબનો ગુન્હો ગઇ તા.૨૨/૧૦/૨૦૨૨ ના રોજ દાખલ થયેલ છે. જેમાં આ કામના મુખ્ય આરોપી જયેશભાઇ કાન્તીભાઇ સગપરીયાએ અન્ય આરોપી સાથે મળી ગે.કા આર્થિક લાભ મેળવવા માટે પુર્વયોજીત ગુન્હાહીત કાવત્રુ રચી ફરીયાદીની પેઢીની માહીતી તથા નંબર મેળવી અને ફરીયાદીશ્રી સાથે ફોન તેમજ વોટસએપ કોલથી વાત કરી પોતાને "મહાદેવ એન્ટરપ્રાઇઝ પ્લાઇવુડ એન્ડ હાર્ડવેર જે અન્ય વ્યકિતના નામે હોય તેમ છતા આરોપીઓએ મહાદેવ એન્ટરપ્રાઇઝ પ્લાઇવુડ એન્ડ હાર્ડવેર ધવલ પટેલ મો.નં.૯૮૨૪૭૧૯૧૯૯ નુ વીજીટીંગ કાર્ડ બોગસ બનાવી તે બોગસ હોવાનુ જાણતા હોવા છતા ફરીયાદીને વોટસએપ કરી બોગસ ખોટા જી.એસ.ટી નંબર વાળી પેઢી પોતાની હોવાનુ જણાવી જી.એસ.ટી નંબર વોટસએપ કરી માલનો ઓર્ડર કન્ફર્મ કરાવી ખોટુ નામ ધારણ કરી મહાદેવ એન્ટર પ્રાઇઝ પેઢીનુ એકાઉન્ટ બંધ થઇ ગયેલ હોય તેમ છતા તે પેઢીના નામના બોગસ ચેકો આપેલ તેમજ અન્ય વ્યકિતઓના બોગસ ચેકો ફરીયાદીને વોટસએપથી ફોટા મોકલી એક બીજાને મદદગારી કરી ફરીયાદી પાસેથી કુલ રૂા.૧૩,૦૧,૪૯૩/-નો એશીયન પેઇન્ટસ (કલર) મેળવી અને તેના બદલામાં બોગસ ચેકો આપેલ જે ખાતુ કલોઝ હોય ચેક રીર્ટન થયેલ હોય ફરીયાદી પાસેથી એશીયન પેઇન્ટસ (કલર) મેળવી લઇ રૂપીયા નહી આપી ગુન્હાહીત વિશ્વાસ ઘાત અને છેતરપીંડી કરેલ હોય જેથી આ કામે રાજકોટ શહેર પોલીસ કમિશ્નર તથા ખાસ પોલીસ કમિશ્નર તથા નાયબ પોલીસ કમિશ્નર (ક્રાઇમ) તથા મદદનીશ પોલીસ કમિશ્નર (ક્રાઇમ)એ આ ગુન્હાની તપાસ માં સુચના અને માર્ગદર્શન આપેલ.

 આ ગુન્હાની તપાસ ક્રાઇમ બ્રાન્ચ ના પો.ઇન્સ.નાઓને સોંપવામાં આવેલ અને આ ગુન્હાના કામે ચીટીંગ કરનાર નીચે જણાવેલ આરોપીઓની તા.૨૩/૧૦/૨૦૨૨ ના રોજ ધરપકડ કરવામાં આવેલ અને આરોપીઓના નામદાર કોર્ટ માંથી તા.૨૭/૧૦/૨૦૨૨ સુધી દીન-૪ ના રીમાન્ડ મેળવેલ છે અને આ ગુન્હાની આગળની વધુ તપાસ ક્રાઇમ બ્રાન્ચ ના પો.ઇન્સ. બી.ટી.ગોહિલ નાઓ ચલાવી રહયા છે. પડાયેલ આરોપીઓનુ નુ નામ (૧) જયેશભાઇ કાન્તીભાઇ સગપરીયા જાતે પટેલ (ઉવ-૩૮ )(રહે, ખોડીયાર સોસાયટી શેરીનં-૪ 'જય સોમનાથ મકાન "નંદાહોલ પાછળ કોઠારીયા મેઇન રોડ રાજકોટ ) (ર) સાગરભાઇ બકુલભાઇ દવે જાતે બ્રાહમણ (ઉવ.૩૫)( રહે સત્યાંઇ સોસાયટી શેરી નં-૩ બ્લોકનં-૧૯૧ સી કોઠારીયા મેઇન રોડ રાજકોટ )છે

 

(9:27 pm IST)