Gujarati News

Gujarati News

News of Tuesday, 25th October 2022

જય જલિયાણના નાદ સાથે જલારામ જન્‍મોત્‍સવ સમિતિના કાર્યાલયનો પ્રારંભઃ શોભાયાત્રામાં જોડાવા અદમ્‍ય ઉત્‍સાહ

રાજકોટઃપૂ.શ્રી જલારામ બાપાની ૨૨૩મી જન્‍મજયંતિ અનુસંધાને શ્રીજલારામ જન્‍મોત્‍સવ સમિતિ રાજકોટ દ્વારા તા.૩૧ના સોમવારે શોભાયાત્રાનું આયોજન કરાયુ છે. સાંજે ૪ કલાકથી ચૌધરી હાર્ઇસ્‍કુલના પટાંગણથી પ્રસ્‍થાન કરવામાં  આવશે જે રાજકોટના વિવિધ રાજમાર્ગ પરથી પસાર થઇ લોહાણા મહાજન દ્વારા આયોજિત જલારામ જયંતિ મહોત્‍સવ જલારામધામ રેસકોર્ષ ગ્રાઉન્‍ડ ખાતે વિરામ પામશે

જયાં શ્રીજલારામ જન્‍મોત્‍સવ સમિતિ રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ શ્રીરાજુભાઇ પોબારૂ તથા સર્વે હોદેદારો શ્રીકિરીટભાઇ ગણાત્રા અકિલા પરિવાર તથા રઘુવંશી વિવિધ સંખ્‍યાઓ વોર્ડવાઇઝ જલારામ જયંતિ ઉજવતા તમામ આયોજકો તથા તમામ જલારામ ભકતોના હસ્‍તે રેસકોર્ષ ગ્રાઉન્‍ડ જલારામધામ ખાતે મહાઆરતી કરવામાં આવશે તમામ જલારામ ભકતો માટે જલારામબાપાનો મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે. તૈયારીઓ સ્‍વરૂપે શ્રીજલારામ જન્‍મોત્‍સવ સમિતિ રાજકોટના કાર્યાલયનો પ્રારંભ કરણપરા કેશરીયા લોહાણા મહાજનવાડી ખાતે કરવામાં આવેલ છે. જેમાં વિશાળ સંખ્‍યામાં જલારામ ભકતો ઊમટી પડયા હતા અદમ્‍ય ઉત્‍સાહ જોવા મળેલ છે. અનેક વિસ્‍તારોમાં જલારામ જયંતિ માટેના આયોજન થઇ રહયા છે. ત્‍યારે પૂ.શ્રીજલારામબાપાની શોભાયાત્રામાં સામેલ થવા માટે આ વખતે વિશાળ સંખ્‍યામાં જલારામ ભકતો રાજકોટ લોહાણા મહાજન જલારામ જયંતિ ઉજવતા વોર્ડવાઇઝ આયોજન કરનાર તમામ જલારામ ભકતો રઘુવંશીની વિવિધ સંખ્‍યાના હોદેદારો તથા વિશાળ સંખ્‍યામાં ભાઇઓ તથા બહેનો શોભાયાત્રામાં સામેલ થશે. વિશાળ સંખ્‍યામાં ફોર વ્‍હીલ-ટુ વ્‍હીલ તથા દર્શનીય ફલોટસ સાથે સામેલ થનાર છે. શોભાયાત્રાને સફળ બનાવવા માટે તથા વિશાળ આયોજન માટે પ્રાસંગિક ઉદબોધન વિવિધ અગ્રણીઓએ કરેલ જેમાં રાજકોટ લોહાણા મહાજન સાથે અગ્રણીઓ રાજુભાઇ પોબારૂ પ્રમુખ ડો.નિશાંતભાઇ ચોટાઇ, રીટાબેન કોટક પૂર્વ પ્રમુખ શ્રીમતી કાશ્‍મીરાબેન નથવાણી પૂર્વ ડે.મેયર જશુમતીબેન વસાણી ડો પરાગભાઇ દેવાણી શ્રી નટુભાઇ કોટક શ્રી લોહાણા સેવા મંડળ દ્વારા મનીષભાઇ રાડીયા શાંતુભાઇ રૂપારેલીયા, હસુભાઇ ચંદારાણા જયેશભાઇ ઉપાધ્‍યાય(બોલબાલા ચેરીટબેલ ટ્રસ્‍ટ) જલારામ જન્‍મોત્‍સવ સમિતિના રમેશભાઇ ઠકકર, પ્રવિણભાઇ કાનાબાર, અશોક હિન્‍ડોચા, નવીનભાઇ છગ, રમણભાઇ કોટક, દિલીપભાઇ ચંદારાણા વગેરે દ્વારા પ્રાસંગિક ઉદબોધન તથા શોભાયાત્રા આયોજન બાબતે ચર્ચાવિચારણા કરવામાં આવી હતી. સમગ્ર રાજકોટનો જલારામમય બનાવવા મનીષભાઇ સોનપાલ, મનુભાઇ જોબનપુત્રા, વજુભાઇ વિઠલાણી, મયંકભાઇ પાંઉ,  કલ્‍પેશભાઇ તન્‍ના, હિતેનભાઇ વડેરા, રામકુંડલીયા, ધવલભાઇ ખખ્‍ખર, કેતનભાઇ કોટક, સુનીલભાઇ શીંગાળા, મેહુલભાઇ નથવાણી, સમીરભાઇ રાજાણી, મયુરભાઇ ઉનડકટ, વિજયભાઇ કારીયા, કિરીટભાઇ પાંધી, કિરીટભાઇ કેશરીયા, નરેન્‍દ્રભાઇ ખોલીયા, ભાવિનભાઇ કોટેચા, અશ્વિનભાઇ મીરાણી, આશીષભાઇ પૂજારા, દિલીપભાઇ તન્ના, યતીન ઉનડકટ, અતુલભાઇ ખગ્રામ, રાજુભાઇ ચોટાઇ, ભદ્રેશ વડેરા, વિજયભાઇ તન્ના, દોલતભાઇ ગાદેશા, રાજ ભુપતાણી, મેહુલ જસાણી, નિરવ રૂપારેલીયા, મયંક ગણાત્રા, શ્રીજલારામ મંડળ કમીટીના તમામ સભ્‍યો, પિયુષભાઇ કુંડલીયા, અશ્વિન કાનાબાર, વિનોદભાઇ બુધ્‍ધદેવ, જયેશ મીરાણી, અશ્વિન મીરાણી, રાજેશ પૂજારા, ધૈર્ય રાજદેવ, રોહિત કારીયા, તૃપ્તીબેન રાજવીર, અલ્‍કાબેન ખગ્રામ, વિદિતા તન્ના, હેમાબેન કકકડ, મનીષાબેન કુંડલીયા, સોનલબેન ખખ્‍ખર, નિશા ચંદારાણા, પાટલ કારીયા, અવની બગડાઇ, ભાવનાબેન તથા પન્નાબેન ઠકકર, વીનતી ધિયા, રૂપાબેન સોમૈયા, કિરણબેન કેશરીયા, દયાબેન કકકડ, આશાબેન ચોટાઇ તથા વિવિધ મહિલા અગ્રણીઓ ઉપસ્‍થિત રહયા હતા. શ્રીનિલેષભાઇ શીંગાળા, શ્રીસમીરભાઇ સોનપાલ, શ્રીસતીષભાઇ તન્ના, ચિરાગભાઇ સોનપાલ હિમાંશુ કારીયા સહિત વિશાળ સંખ્‍યામાં જલારામ ભકતો ઉપસ્‍થિત રહયા હતા તથા જલારામબાપાનો જયજયકાર કરવામાં આવેલ દિલીપભાઇ ચંદારાણા તરફથી પ્રસાદ યોજવામાં આયેલ કાર્યાલય પ્રારંભે સ્‍વાગત પ્રવચન રમેશભાઇ ઠક્કર દ્વારા શોભાયાત્રાની માહિતી રૂપરેખા પ્રવિણભાઇ કાનાબાર દ્વારા કાર્યક્રમનું સંચાલન અશોક હિન્‍ડોચા દ્વારા તથા આભારવિધિ નવીનભાઇ છગ દ્વારા કરવામાં આવેલ

(4:52 pm IST)