Gujarati News

Gujarati News

News of Monday, 25th October 2021

એસ્ટ્રોન ચોકમાં ગુજુફૂડડોટકોમ... સ્વાદ પૂરે ભારત કા

દેશમાં કોઈપણ શહેરમાંથી નમકીન, સ્વીટસ,ફરસાણ ઘરબેઠા મેળવોઃ સ્ટોરમાં પણ ઉપલબ્ધ બનશેઃ કાઠીયાવાડનો સ્વાદ સ્વાદપ્રેમીઓને પહોંચડવાના પ્રયત્નો કરીશું: કૃણાલ- ખુશ્બુ પંચમીયા, વિવેક પારેખ : ગુજુફૂડડોટ કોમ ૫- સરદારનગર કોર્નર, મેટ્રો ડેન્ટલ લેબ.ની સામે, એસ્ટ્રોન ચોક, રાજકોટ મો.૭૨૨૭૯ ૭૨૨૮૦, મો.૯૮૫૬૭ ૯૬૨૬૨

તસ્વીરમાં અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથે ગુજુડોટ કોમના સર્વશ્રી કૃણાલ પંચમીયા, ખુશ્બુબેન પંચમીયા અને વિવેક પારેખ નજરે પડે છે.

રાજકોટઃ સ્વાદપ્રેમીઓ માટે સારા સમાચાર છે. હવે ઘરબેઠા ફરસાણ, નમકીન, સ્વીટસ જેવી આઈટમો આંગળીના ટેરવે મંગાવી શકશો. કૃણાલ અને ખુશ્બુ પંચમીયાએ ગુજુફૂડડોટકોમ નામની વેબસાઈટ શરૂ કરી છે. જેમાં સર્ચ કરી તમે મનપસંદ કોઈપણ વસ્તુ મંગાવી શકો છે. જયારે આ તમામ વસ્તુઓ શહેરના એસ્ટ્રોન ચોકમાં આવેલ સ્ટોરમાંથી પણ ઉપલબ્ધ બનશે.

રાજકોટની આત્મીય કોલેજમાં અભ્યાસ કરતા છેલ્લા વર્ષમાં પ્રોજેકટ સબમીટ કરવાનો હોય માત્ર પ્રોજેકટ પૂરો કરી સબમીશન કર્યા બાદનો વિચાર એટલે ગુજુફૂડ. આ પ્રોજેકટ સંસ્થામાં સબમીટ કરી રાજકોટના યુવાન કૃણાલ ભાનુભાઈ પંચમીયાએ આ પ્રોજેકટમાં વ્યવસાયીક રંગ પૂરણી કરી. આ વેબસાઈટનું ઉદ્ઘાટન પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે કરવામાં આવ્યું હતું.

પ્રોજેકટ સબમીટ કર્યાં બાદ એમના પત્ની શ્રીમતી ખૂશ્બુબેનએ આ પ્રોજેકટ આગળ વધારી એમા દેશભરના ૯ રાજય અને ગુજરાતીઓ ખાણી પીણીના ખૂબ જ શોખીન હોય એ સહૂ જાણે છે આમ સ્વાદના શોખીન લોકોને ખૂશ્બુબેન અને  કૃણાલભાઇ પંચમીઆ એ દશેરા દિવાળીની  પારંપરિક મીઠાશ અને ફાફડા, મઠીઆ જેવી અનેક ફરસાણ વગેરે આ વેબસાઈટના માધ્યમ થી ઉપલબ્ધ કરાવે છે અને હવે આખા ભારતનો સ્વાદ રીટેલ સ્ટોર દ્વારા એસ્ટ્રોન ચોક સૂધી લાવ્યા હોવાનું જણાવેલ.

આજે સમગ્ર વિશ્વ કોરોનાની મહામારીથી ઝઝૂમી રહ્યુ છે અને આવા કપરા કાળમાં લોકોને પારંપરિક સ્વાદ વ્યાજબી ભાવે ઘરે બેઠા મળવાથી લોકો પણ ખૂબ જ સંતોષકારક ખરીદી કરી રહ્યા છે.

આવનારા દિવસોમાં હજૂ પણ પારંપરિક ડાળા-ગરમર જેવા દેશી અથાણાં ઉપરાંત ભારતના તમામ રાજયની પ્રોડકટ આ ઉપરાંત મધ્યમ વર્ગના ઉત્કર્ષ માટે ઉપયોગી થવા નાનાગૃહ ઉધોગને પ્રોત્સાહીત કરવા પોતાના માલને આખી દુનિયામા વેબસાઈટના માધયમ  gujufood.com માં ટૂક સમયમા ઉપલબ્ધ કરાવવા પ્રયત્નશીલ હોવાનું કૃણાલ પંચમીઆ અને ખૂશ્બુ પંચમીઆએ જણાવેલ છે.

કૃણાલ પંચમીયા, ખુશ્બુબેન પંચમીયા અને વિવેક પારેખ દ્વારા ગુજુફૂડ- ડોટકોમના નામે ૫- સરદારનગર કોર્નર, મેટ્રો ડેન્ટલ લેબ.ની સામે, એસ્ટ્રોન ચોક, રાજકોટ ખાતે સ્ટોર પણ છેલ્લા બે મહિનાથી શરૂ કરાયો છે. જેની વધુ માહિતી માટે મો.૭૨૨૭૯ ૭૨૨૮૦, મો.૯૮૫૬૭ ૯૬૨૬૨ ઉપર સંપર્ક કરવો.(૩૦.૧૨)

ગુજુફૂડમાં આટલી વેરાયટીઓ

રાજકોટઃ ગુજુફુડડોટકોમમાં દરેક શહેરની પ્રખ્યાત આઈટમ જેવી કે નાથાલાલના સ્પેશ્યલ ગાર્લીક સેવમમરા, ખંભાતનું સ્પેશ્યલ પાપડ ચવાણું, સાંગલીની સ્પેશ્યલ ભેળ મીકસ ભંડગ, વડોદરાનું સ્પેશ્યલ ટમટમ, લીલો ચેવડો, ભાખરવડી, નડિયાદનું સ્પેશ્યલ ભુસુ, પુણેનું સ્પેશ્યલ લક્ષ્મી નારાયણનો ચેવડો, ભાવનગરના સ્પેશ્યલ મખણીયાા ગાંઠિયા, અન્ય ગાંઠિયા, જામનગરની સ્પેશ્યલ ડ્રાય કચોરી, ડ્રાયફ્રૂટ કચોરી, રાજલક્ષ્મી બિસ્કીટ, કરાચીના બિસ્કીટ, સુરત- ભરૂચની સ્પેશ્યલ ચીકી તથા ડ્રાય ઢોસા, રાજકોટની અસંખ્ય આઈટમ જેમ કે જલારામની ચીકી, ગોરધનભાઈનો ચેવડો- વેફર, રસીકભાઈની વેફર, રાજેશની ચીકી, એસ.એસ.ની મીઠાઈ, હેન્ડમેડ ખાખરા જેમકે દૂધમલાઈ ખાખરા, ચીઝ ગાર્લિક ખાખરા, પાઉંભાજી ખાખરા, ટમેટા ખાખરા વિ., હલ્દીરામની તમામ આઈટમ તથા દિવાલી સ્પે.ડ્રાયફ્રૂટ મેલા અને સ્વીટ મેલા પણ મળશે.

(4:09 pm IST)