Gujarati News

Gujarati News

News of Monday, 25th October 2021

રૂદ્રશકિત ક્ષત્રિય મહિલા સંસ્થાન દ્વારા શરદપૂર્ણિમા રાસ ઉત્સવની ઉજવણી

રાજકોટઃ. રાજપૂત સમાજની સંસ્કૃતિને શોભે તેવા તલવાર રાસ, ઢાલ-તલવાર રાસ, તાલી રાસ, દાંડીયા રાસ તથા બીજી અનેક કૃતિઓ રજુ કરાઈ હતી. પરંપરાગત વસ્ત્રો સાથે દરેક ક્ષત્રણીઓએ માતાજીની આરાધના સાથે ગરબે રમવા અને નિહાળવાનો આનંદ લીધો હતો. આ પ્રસંગમાં અં.સૌ. રાણી સાહેબ ઓફ રાજકોટ શ્રી કાદમ્બરીદેવીજી, ગઢકા મા. સાહેબ શ્રી, અં.સૌ. રાણી સાહેબ ઓફ ધ્રુવનગર શ્રી ગાયત્રીદેવીજી, ઠાકોર સાહેબ ઓફ ધ્રુવનગર શ્રી ધ્રુવરાજસિંહજી (કચ્છ કાઠીયાવાડ ગુજરાત ગરાસીયા પ્રમુખ), અખીલ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ પી.ટી. જાડેજા, જે.એમ.જે. ગ્રુપ ઓફ કંપની મયુરધ્વજસિંહ, ભૂમિ ગ્રુપ શકિતસિંહ (યુવક સંઘ શકિત), સુરેન્દ્રસિંહ વાળા (દંડકશ્રી મહાનગરપાલિકા), ધર્મરાજસિંહ વાઘેલા (કલાસ-૧ ઓફિસર), ભરતસિંહ (વાગુદડ-ભાજપ અગ્રણી), ઓમકારસિંહજી તથા ગજેન્દ્રસિંહજી (ગઢકા સ્ટેટ), દિવ્યરાજસિંહ ગોહિલ (ચભાડીયા), પૃથ્વીસિંહ રાણા (હ્યુમનરાઈટસ ચીફ બ્યુરો), આર.કે. જાડેજા, ક્રિપાલસિંહ ઝાલા (ક્ષત્રિયરાજ ફાઉન્ડેશન), બલભદ્રસિંહ ચુડાસમા (એ.જી. ઓફિસર), કોર્પોરેટર શ્રી નિરૂભા વાઘેલા, કોર્પોરેટર શ્રી ચેતનભાઈ સુરેજા, કોર્પોરેટર શ્રી જ્યોત્સનાબેન, કોર્પોરેટર શ્રી ડો. રાજેશ્રીબેન, કોર્પોરેટર શ્રી કિર્તીબા રાણા, શ્રી ગાયત્રીબા વાઘેલા (ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ અધ્યક્ષ), રઘુરાજસિંહ (નાનામૌવા-આરએફસી), હરદેવસિંહ જાડેજા (કુંભારડી-કચ્છ), અનિરૂદ્ધસિંહ રાણા (અમારડા), વનરાજસિંહ જાડેજા, ધર્મરાજસિંહ જાડેજા, મયુરસિંહ જાડેજા હાજરી આપી પ્રસંગની શોભા વધારી હતી. આ સાથે અલ્કાબા જયદેવસિંહ જાડેજા (અકિલા), જયશ્રીબા જાડેજા (યુવા સંઘ), કિશોરીબા ઝાલા (સમાજ અગ્રણી), હંસીનીબા (સમાજ અગ્રણી), સીતાબા જેઠવા (સમાજ અગ્રણી), પૂજાબા (કાંગશીયાળી), દિવ્યાબા જાડેજા તથા નામાંકીત અગ્રણીઓએ હાજરી આપી પ્રસંગને ખાસ બનાવ્યો હતો. ડો. રેખાબા રાણા, વિધિબા જાડેજા, દક્ષાબા (ગોંડલ) હાજરી આપી હતી. કુમારી હેમાલીબા તથા ભાર્ગવીબા ગોહિલ (કુકડ)એ એન્કરીંગ કરી કાર્યક્રમને દિપાવ્યો હતો. જજ તરીકે તૃપ્તિબા ઝાલા તથા કિરણબાએ હાજરી આપી દિકરીઓને પ્રોત્સાહિત કર્યા હતા. શ્રીમતી રીવાબા રવિન્દ્રસિંહ જાડેજા, કિશોરીબા ઝાલા, ગઢકા મા.સાહેબ, ભાર્ગવીબા ગોહિલ, ભાવનાબા વાઘેલા તથા ડો. અનુષ્કાદેવી જાડેજા તરફથી દીકરીઓને પ્રોત્સાહીત ઈનામ અપાયા હતા. આ કાર્યક્રમ પ્રમુખ શ્રી માયાબા જાડેજા (શાપર)ની આગેવાની હેઠળ સુલેખાબા જાડેજા, ગીતાબા ચુડાસમા, નયનાબા જાડેજા, ભાવનાબા વાઘેલા, જનકબા ઝાલા, હેતલબા ઝાલા, કૃપાબા જાડેજા, જ્યોતિબા પરમાર, જાનકીબા જાડેજા, રમણીકબા વાળા, અલ્પાબા ઝાલા, રાજનબા જાડેજા, નયનાબા (સણોસરા), તલવાર રાસ ગ્રુપ લીડર શ્રી હર્ષાબા, તલવાર રાસ ગ્રુપ લીડર શ્રી માયાબા જાડેજા (વાંકાનેર), તલવાર રાસ ગ્રુપ લીડર શ્રી છાયાબાએ કાર્યક્રમને સફળતા અપાવી હતી. આ સાથે ભરતસિંહ, જગદેવસિંહ (ડેરી), મયુરસિંહ (કોંઢ)એ ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમને પૂર્ણ કર્યો હતો તેમ માયાબા જાડેજા તેમની યાદીમાં જણાવે છે.

(2:56 pm IST)