Gujarati News

Gujarati News

News of Monday, 25th October 2021

ભૌતિકશાસ્ત્ર ભવન ખાતે રાષ્ટ્રીય કક્ષાની હાઇબ્રિડ કોન્ફરન્સ યોજાશે

રાજકોટ તા. ર૩ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ભૌતિકશાસ્ત્ર ભવનમાં આગામી ર૮ અને ર૯ ઓકટોબર ર૦ર૧ ના બે દિવસીય હાઇબ્રિડ મોડમાં (ઓનલાઇન તથા ઓફલાઇન) રાષ્ટ્રીય કક્ષાની નિઃશુલ્ક કોન્ફરન્સ 'ઇમજિંગ ટ્રેન્ડસ ઇન ફંકશનલ ઓકસાઇડ એન્ડ નેનો મટીરીયલસ' (ઇટીફોર ર૦ર૧) નું આયોજન કરેલ છે કોન્ફરન્સમાં રાષ્ટ્રીય કક્ષાની મહત્વની સંસ્થાઓમાંથી આવતા વૈજ્ઞાનિકો પોતાના વકતવ્ય આપશે. જેમાં ડો. પવન કુલરીયા(એસોસીએટ પ્રોફેસર, જવાહરલાલ નેહરૂ વિશ્વવિદ્યાલય, દિલ્હી), ડો.એસ.કલઇનાથન (વી.આઇ.ટી.) વેલ્લોરા,પ્રો. બીનઇ કુમાર (એસોસીયેટ પ્રોફેસર, ક્રિસ્ટલ લેબ, ડીપાર્ટમેન્ટ ઓફ ફિજીકસ એન્ડ એસ્ટ્રોફિજીકસ, દિલ્હી યુનિવર્સિટી) તથા ડો. પી.ડી.બાબુ (વૈજ્ઞાનીક, યુ.જી.સી.ડી.એ.ઇ.સી.એસઆર., મુંબઇ સેન્ટર) પોતાનું વકતવ્ય આપશે કોન્ફરન્સમાં ભાગ લેનાર સંશોધકો તથા વિદ્યાર્થીઓ હાલના અગત્યના મુદાઓ જેવા કે ગ્રીન મટીરીયલ, મલ્ટીફેરોઇક, ઓકસાઇડ, સેમિકંડકટર, કોમપ્યુટેશનલ મટીરીયલ, નેનો-મટીરીયલ-બોયોમટીરીયલ, ક્રિસ્ટલગ્રોથ અને તેમના ઉપયોગ વગેરે પર મટીરીયલ સાયન્સ જેવા મહત્વપૂર્ણ ટોપીક ઉપર પોતાના સંશોધન પત્રો રજુ કરશે .આ કોન્ફરન્સમાં અંદાજીત ર૦૦ થી વધારે સંશોધકો ઓફલાઇન તથા ઓનલાઇન મોડામાં ભાગ લેશે. જેમનું લાઇવ પ્રસારણ, ફેશબુક તથા ઉપર કરવામાં આવશે.

સેમિનારમાં વય નિવૃત થતા ભૌતિકશાસ્ત્ર ભવનના અધ્યક્ષ તથા પ્રોફેસર ડો. મિહિર જોશીના સંશોધન ક્ષેત્રે, ભૌતિકશાસ્ત્ર ભવન અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આપેલ યોગદાનનું સન્માન કરવાનું પણ આયોજન કરેલ છે.

કોન્ફરન્સમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો. નીતીન પેથાણી, ઉપકુલપતિ ડો. વિજય દેશાણી, કુલસચિવ નીલેશ સોની, સાયન્સ ફેકલ્ટીના ડીન પ્રો.ગીરીશભાઇ ભીમાણી તથા અધરધેન ડીન ડો. મહેુલભાઇ રૂપાણી વગેરે વિદ્યાર્થીઓને પ્રોત્સાહક સંશોધન કરે. કોન્ફરન્સના આયોજન અંગે મિહીર જોશી પ્રો.હિરેન જોશી તથા પ્રો.એચ.પી.જોશી વગેરેનું મહત્વ પૂર્ણ માર્ગદર્શન મળેલ છે.

કોન્ફરન્સના કન્વીનર પ્રો. નિકેશ શાહ અને ડો. પિયુષ સોલંકી તથા કોડિનેટર ડો. જે. એ. ભાલોડીયા, ડો. એચ. ઓ. જેઠવા, ડો. ડી. ડી. પંડયા, ડો. એ. ડી. જોષી, ડો. આર. કે. ત્રિવેદી, ડો. દેવિત ધ્રુવ, ડો. કેવલ ગદાણી, ડો. કુનાલસિંહ રાઠોડ, ચિંતન પંચાસરા તથા ભૌતિકશાસ્ત્ર ભવનના ફંકશનલ ઓકસાઇડ લેબોરેટરીના પીએચ.ડી. વિદ્યાર્થીઓ ભાર્ગવ રાજયગુરૂ, સપના સોલંકી, ખુશાલ સગપરીયા, વિનોદકુમાર રાઠોડ, ભાગ્યશ્રી ઉદેશી, મનન ગલ, વિશાલ વડગામા, હાર્દિક ગોહીલ, અજય વૈશ્નાણી, હિમાંશુ દધિચ, દિનેશ ચુડાસમા, ભારવી હિરપરા, કુશ વાછાણી, ફૈઝલ-મિર્ઝા, નંદની ભમ્મર, અમીરસ દોંગા, હાર્દિકા ગોસ્વામી, નિસર્ગ રાવલ, નયન સોન્દાગર, ઉર્વશી જામ્બુકીયા, મયુર પરમાર, અપેક્ષા મારું વૈશાલી ચાંદેગરા, રીતુુ ભોરણીયા સહિતના સંશોધકો કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.

(2:52 pm IST)