Gujarati News

Gujarati News

News of Tuesday, 25th September 2018

ગ્લોબલ સ્કીલ એકેડમીના તાલીમાર્થીઓને ફિલ્મી દુનિયાની અવનવી વાતોથી અવગત કરાવતા માસ્ટરો

ફિલ્મી દુનિયાના અસિમ સિન્હા, કેમેરાના જાદુગર સુશીલ રાજપાલ અને સોડાવોટર ફિલ્મ હાઉસના સૌરભ વણઝારા રાજકોટમાં

 રાજકોટઃતા.૨૫, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી તથા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના 'સ્કીલ ઇન્ડિયા'ના સ્વપ્નને સાકાર કરવા તેમજ સૌરાષ્ટ્ર અને રાજકોટના લોકો 'સ્કીલ ફુલ' બને એ માટે ' ગ્લોબલ સ્કીલ એકેડેમી'ની સ્થાપના થઇ છે. આ અંતગર્ત 'ફિલ્મ નિર્માણ'ના ક્ષેત્રેમાં રાજકોટના લોકો પાવરધા બને એ માટે એકેડેમી દ્વારા વારંવાર 'માસ્ટર' સેશનનું આયોજન થતુ રહે છે. જેમાં મુંબઇ બોલીવુડ જગતના ખ્યાતનામ કલાકારો તથા ફિલ્મ નિર્માણકારો એકેડેમીના વિદ્યાર્થીઓને સફળતાની ચાવીઓ આપે છે.

ફિલ્મી દુનિયાની અવનવી વાતોથી તાલીમાર્થી વધુ પાવરધા બને એ માટે મુંબઇથી ફિલ્મ નિર્માણ ક્ષેત્રે જાણીતા એવા શ્રી અસિમ સિન્હા અને શ્રી સુશીલ રાજપાલ રાજકોટ આવેલા જયારે શ્રી અસિમ સિન્હા ફિલ્મ નિર્માણ ક્ષેત્રમાં તેમના ''ફિલ્મ એડીટીંગ'' માટે જાણીતા છે. તેઓએ ફિલ્મ જગતમાં ૮૫ કરતા પણ વધારે ફિલ્મોમાં પોતાના એડીટીંગ દ્વારા છાપ છોડી છે. આ માટે તેઓની મોટાભાગની ફિલ્મોને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ નવાજવામાં આવી છે. હાલમાં જ તેઓ અ એડીટ કરેલી અંગેજી ફિલ્મ ''ધ આન્સર'' ને ''નાઇલ ફિલ્મ ફેસ્ટીવલ'' માં બેસ્ટ ફિલ્મ એડીટીંગનો એવોર્ડ એનાયત કરાયો હતો.

 શ્રી સુશિલભાઇ રાજપાલ મુંબઇના જાણીતા એવા સીનેમેટોગ્રાફર,  દિગ્દર્શક નિર્માતા છે તેઓએ પોતાનુ અનુ-સ્નાતક ૧૯૮૯માં  FTII માંથી પુર્ણ કરેલ છે. તેઓએ ૧ હજાર કરતા વધુ ટીવી જાહેરાતોમાં ડાયરેકટર ઓફ ફોટોગ્રાફી તરીકે ભુમિકા ભજવી છે. તેઓએ ફેમિના મિસ ઇન્ડિયાની પ્રિયંકા ચોપડાથી લારા દત્તા ઇન્ટ્રોકસન એડ પણ બનાવેલી છે. ફિલ્મ ''અંતર્વાદ'' કે જેમાં તેઓએ લેખક, દિગ્દર્શન, તથા નિર્માતાની ભુમિકા ભજવી હતી તે ફિલ્મને નેશનલ ફિલ્મ એવોર્ડ અપાયો હતો.

મુળ રાજકોટના શ્રી સૌરભભાઇ વણજારા મુંબઇના જાણીતા નિર્માતા તથા દિગ્દર્શક છે. આ ઉપરાંત તેઓ ''સોડાવોટર ફિલ્મ પ્રોડકસન હાઉસ''નાં માલીક તથા ''ડ્રિમ વોકર્સ એકેડેમી ''ના ફાઉન્ડર ડીરેકટર છે જે ગ્લોબલ સ્કીલ એકેડેમીમાં નોલેજ પાર્ટનર તરીકે રોલ આદા કરી રહયા છે. તેઓ દ્વારા એકેડેમીના તાલીમાર્થીઓએ ''ફિલ્મ મેકીંગ'' વિષયના અલગ અલગ પહેલુ પર જીણવટપુર્વકનું જ્ઞાન પાઠવ્યું હતું.

 રાજકોટના લોકો સ્કીલફુલ બને એ માટે 'ગ્લોબલ સ્કીલ એકેડેકી' ના ફાઉન્ડર-ડીરેકટર ડો. મેહુુલ રૂપાણી, શ્રીમતી શગુન વણઝારા, શ્રી રોમાંચભાઇ વોરા તથા એકેડેમીની ટીમ પ્રયત્નશીલ રહે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(4:23 pm IST)