Gujarati News

Gujarati News

News of Tuesday, 25th September 2018

ઇલેકટ્રીકના વેપારી પાસેથી ઉધાર માલ ખરીદી પેમેન્ટ નહિ કરતાં લેણી રકમનો દાવો

રાજકોટ તા. રપઃ રાજકોટના શ્રીજી માર્કેટીંગના નામથી (એલેપ્ઝો) કંપનીની ઇલેકટ્રીક આઇટમની સૌરાષ્ટ્ર-કચ્છની ડિસ્ટ્રીબ્યુટરશીપ ધરાવતા હરેશભાઇ દુલર્ભદાસ ગટેચા પાસેથી સાવરકુંડલાના આકાશ એન્ટરપ્રાઇઝ ઇલેકટ્રીકના નામની પેઢી ધરાવતા કિશોરભાઇ બચુભાઇ ચુડાસમાએ સને ર૦૧૬ની સાલથી ઉધાર માલ ખરીદ્યા બાદ પેમેન્ટ માટે આપેલ ચેક ડિસઓનર થતા કોર્ટમાં બાકી લેણાની વસુલાત માટે દાવો દાખલ થયેલ છે.

દાવાની વિગત મુજબ શહેરમાં ''જલારામ એન્ટરપ્રાઇઝ'', ગ્રાઉન્ડ ફલોર, દુકાન નં. એલ-૧૦, પુજા કોમર્શીયલ કોમ્પલેક્ષ, હરીહર ચોક, ખાતે દુકાન ધરાવતા હરેશભાઇ દુર્લભદાસ ગટેચાએ પોતાના દાવામાં દર્શાવેલ વિગત પ્રમાણે તેઓ (એલેપ્ઝો) કંપનીની ઇલેકટ્રીક આઇટમની સૌરાષ્ટ્ર-કચ્છની ડિસ્ટ્રીબ્યુટરશીપ ધરાવે છે. તેઓએ કંપની મારફત સાવરકુંડલા ખાતે ઇલેકટ્રીક આઇટમોની પેઢી ધરાવતા આકાશ એન્ટરપ્રાઇઝના કિશોરભાઇ બચુભાઇ ચુડાસમાને કંપનીની જુદી-જુદી ઇલેકટ્રીક આઇટમ વેચવા આપેલ પ્રતિવાદીએ કંપની અને વાદી સાથે લેખીત ડિસ્ટ્રીબ્યુટરશીપ કરાર કરી, કંપનીની પ્રોડકટ વેચાણ માટે રાખી તેમની પેઢીનું વાદીને ત્યાં ખાતું પડાવી ઉધાર માલની ખરીદી કરેલ હતી. વર્ષ ર૦૧૬માં પ્રતિવાદીએ વાદી પાસેથી અલગ અલગ બીલની વિગતે કુલ વાદીના રૂ. ૧,પર,ર૯પ/- (અંકે રૂપીયા એક લાખ બાવન હજાર બસ્સો પંચાણું રૂપીયા પુરા) પ્રતિવાદી પાસે બાકી લેણા રહે છે.

વાદીએ બાકી લેણા અંગે પ્રતિવાદી પાસે એકથી વિશેષ વાર ડિમાન્ડ કરતા પ્રતિવાદીએ વાદીનું બાકી લેણું કબુલ રાખી વાદીની તરફેણમાં, પાર્ટ પેમેન્ટ સ્વરૂપે દેના બેન્ક, સાવરકુંડલા શાખા, જિ. અમરેલીનો ચેક રૂ. ૧,૧૭,૧૧૦/- (અંકે રૂપિયા એક લાખ સતર હજાર એકસો દસ રૂપિયા પુરા) નો ચેક ઇસ્યુ કરી વાદીને સોંપી આપેલ. જે ચેક વસુલાત મેળવવા વાદીએ તેમના એકાઉન્ટમાં રજુ રાખતા, સદરહું ચેક 'ફંડસ ઇનસફીસીયન્ટ' ના કારણે પ્રતિવાદીની બેન્કએ ડિસઓનર કરેલ છે. જેથી કાયદાના પ્રબંધો મુજબ વાદીએ પ્રતિવાદીને નોટીસ પાઠવી ચેક ડિસઓનરની જાણ કરી, બાકી લેણાની રકમની ડિમાન્ડ કરેલ. જ ે નોટીસ પ્રતિવાદીને યોગ્ય રીતે બજી ગયેલ  હોવા છતાં નોટીસ પીરીયડમાં કે ત્યારબાદ બાકી લેણાની રકમ ચુકવેલ નહીં ઉલ્ટું એડવોકેટ મારફત ઉડાઉ પ્રત્યુતર પાઠવી વાદીની બાકી લેણી રકમ ચુકવવા સદંતર નામુકરર ગયેલ. જેથી રાજકોટ કોર્ટમાં ર૦૧૬ના વર્ષથી કુલ રકમના બાકી લેણા વસુલવા માટે સિવીલ પ્રોસીજર કોડ મુજબ રકમ વસુલાતનો દાવો દાખલ કરવામાં આવેલ છે.

વાદીની વિગતો તથા રેકર્ડ ઉપરના દસ્તાવેજો ધ્યાને લઇ કોર્ટે આરોપી ઉપર સમન્સ ઇસ્યુ કરી આગામી મુદતે હાજર થવા આદેશ કરેલ છે. આ કામમાં વાદી હરેશભાઇ દુર્લભદાસ ગટેચા વતી વિવેક ધનેશા એડવોકેટ દરજજે રોકાયેલા છે.

(4:22 pm IST)