Gujarati News

Gujarati News

News of Tuesday, 25th September 2018

વડાપ્રધાન ૩૦મીએ રાજકોટમાં કલેકટરના અધ્યક્ષ પદે કુલ ૨૮ કમિટીની રચનાઃ જબરો ધમધમાટ

સિવિલ હોસ્પિટલે ખાસ કન્ટ્રોલ રૂમઃ ડોકટરો તમામ સ્થળે તૈનાત થશેઃ બે ગ્રીન રૂમ ઉભા કરાયાઃ નરેન્દ્રભાઇને પીરસવાનું ભોજન ચકાસવા ખાસ ડોકટરોની ટીમ

રાજકોટ તા.૨૫: દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી ૩૦મીએ રાજકોટ આવી રહયા છે, આ સંદર્ભે કુલ ર૮ કમિટીની રચના કલેકટરના અધ્યક્ષ પદે કરાઇ છે. કોર કમિટીમાં કલેકટર અધ્યક્ષ ઉપરાંત મ્યુ.કમિશનર સહ અધ્યક્ષ અને સભ્યોમાં પોલીસ કમિશનર, ડીડીઓ, ડીએસપી, એડી.કલેકટર, પીજીવીસીએલના એમ.ડી. માર્ગ -મકાનના અધિક્ષક ઇજનેર અને નગરપાલિકાના પ્રાદેશિક કમિશનરનો સમાવેશ થાય છે.

અન્ય કમિટીઓમાં મુખ્ય સ્ટેજ વ્યવસ્થાપન કમિટી જેમાં મામલતદાર તથા ડે.કલેકટર કક્ષાના ૧૦ અધિકારીઓ (૩), બેઠક વ્યવસ્થાપક સમિતિ (વીવીઆઇપી)માં પ અધિકારીઓ-(૪) બેઠક વ્યવસ્થાપક સમિતિ (વિઆઇપી)માં ૬ અધિકારીઓ, (પ) બેઠક વ્યવસ્થાપક સમિતિ (જનરલ) માં પ અધિકારીઓનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત વાહન વ્યવહાર પાર્કિંગ સમિતિ, એકોમોડેશન અને ભોજન વ્યવસ્થા કમિટી (૧૦) એરપોર્ટ ખાતેની સ્વાગત કમિટી  (૧૧) ફુડ પેકેટ સમિતિ (૧૨), એર ક્રુ ચેમ્બર લાયઝનીંગ કમિટી (૧૩), પીવાના પાણીની વ્યવસ્થાપક સમિતિ(૧૪), સ્વચ્છતા સમિતિ(૧પ), ટેલીફોન -હોટલાઇન કંટ્રોલ લાઇવ પ્રસારણ સમિતિ (૧૬), સલામતી અને ટ્રાફીક નિયમન વ્યવસ્થાપન સમિતિ (૧૭), આરોગ્ય સમિતિ (૧૮), સાંસ્કૃતિક કાર્યક્રમ સમિતિ (૧૯), પ્રેસ મીડિયા વ્યવસ્થાપક સમિતિ (૨૦) કન્ટ્રોલ રૂમ ટીમ (૨૧), પાસ વિતરણ સમિતિ(રર), મુવી નિર્દેશન સમિતિ(૨૩) બેનર પોસ્ટર વ્યવસ્થાપક સમિતિ (૨૪) ફુડ ચેકીંગ સમિતિ (૨૫) ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીઝ સમિતિ (૨૬) રૂટ સમિતિ (૨૭) મહાત્મા ગાંધી મ્યુઝીયમ ખાતેના કાર્યક્રમની ફરજ (૨૮), એરપોર્ટ એન્ટ્રી પાસ બાબત એમ કુલ ૨૮ કમિટીનો સમાવેશ થાય છે.

રીઝર્વ અધિકારી

રીઝર્વ અધિકારીમાં અધિક કલેકટર સિંચાઇનો સમાવેશ થાય છે.(૧.૨૧)

સર્કલ સુશોભન

પ્રધાનમંત્રીશ્રીના રૂટમાં આવતા નીચેની વિગતેના સર્કલ પર નીચેની વિગતેના થીમ આધારીત સર્કલ સુશોભન કરવા આયોજન કરવામાં આવેલ છ.ે

બેનર પોસ્ટર

રાજકોટ શહેરમાં બહોળી સંખ્યામાં ''વેલકમીંગ પીએમ સાહેબ''ના બેનર પોસ્ટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ, એન્જીનીંયરીંગ એશોસીએશન, ઇન્ડસ્ટ્રીયલ એશોસીએશનનાા સહયોગથી તૈયાર કરી લગાવવા આયોજન હાથ ધરવામાં આવેલ છે.

પ્રધાનમંત્રીશ્રીના હસ્તે લોકાર્પણ થનાર કામોની વિગત

રાજકોટ મહાનગર પાલીકા દ્વારા નીચેની વિગતેના વિવિધ કામોનું લોકાપર્ણ/ખાતમુહર્તના કાર્યક્રમો નકકી થયેલ છે

સર્કલનું નામ                  થીમની વિગત

પોલીસ હેડકવાર્ટર            ઉજવલા

જામટાવર સર્કલ              પ્રધાનમંત્રી આવાસ યોજના

હોસ્પીટલ ચોક                આયુષ્માન ભારત

ચૌધરી હાઇસ્કુલ              ફાયનાન્શીયલ સ્કીમ

જયુબેલી ચોક                 સ્વચ્છ ભારત ઉજાલા

કામની વિગત                      અંદાજીત ખર્ચ (રૂ. કરોડ)

આલ્ફેડ હાઇસ્કુલ ખાતે નિમાર્ણ થયેલ   રૂ.ર૬.૦૯

મહાત્માગાંધી મ્યુઝીમનું લોકાપણ આઇ-વે પ્રોજેકટ ફેઝ-ર        રૂ. રર.૦૦

પ્રધાનમંત્રી આવાસ યોજના ૬ર૪ આવાસો બાંધવા      રૂ.૪૬.૪૮

(3:52 pm IST)