Gujarati News

Gujarati News

News of Tuesday, 25th September 2018

મનસુખ માંડવિયા રાજકોટમાં,શીપીંગ ઉદ્યોગ સબંધી બેઠક

વેપાર-ઉદ્યોગ ક્ષેત્રના લોકોને આમંત્રણ

રાજકોટ : શહેરના વિવિધ ક્ષેત્રના ઉદ્યોગ સંગઠનો દ્વારા શીપીંગ (નૌકા પરિવહન) ઉદ્યોગના સર્વાંગી વિકાસના પ્રશ્નો અંગે આજે મંગળવારે સાંજના ૪.૩૦ વાગ્‍યે રાજકોટ એન્‍જીનિયરીંગ એસોસીએશન ઓડિટોરીયમ, ભકિતનગર સ્‍ટેશન પ્‍લોટ, રાજકોટ ખાતે મીટીંગ યોજવામાં આવેલ છે. જેમાં કેન્‍દ્રના શીપીંગ, રોડ, ટ્રાન્‍સપોર્ટ મંત્રી મનસુખભાઈ માંડવીયા ઉપસ્‍થિત રહી આ અંગે જાણકારી આપશે. તેમજ શીપીંગ કંપનીના પરચેઝ વિભાગના અધિકારીઓ મારફત પણ જાણકારી સાથે માર્ગદર્શન આપવામાં આવશે. આ મીટીંગ, ઔદ્યોગિક એકમો માટે ઉપયોગ હોય રસ ધરાવતા સર્વેને ઉપસ્‍થિત રહેવા અને ઉપસ્‍થિત રહેનાર વ્‍યકિતએ રજીસ્‍ટ્રેશન માટે ફોન નં. ૦૨૮૧-૨૩૬૨૨૩૫, ૨૨૨૭૪૦૦થી સંપર્ક કરવો.

મંત્રી શ્રી માંડવિયા આજે તરઘડી કૃષિ વિજ્ઞાન કેન્‍દ્રની પણ મુલાકાત લેનાર છે.

(11:11 am IST)