Gujarati News

Gujarati News

News of Tuesday, 25th September 2018

જિલ્લા પંચાયતમાં હિસાબી અધિકારી પદે ચાર્જ સંભાળતા આર. બી. ભૂવા

રાજકોટ તા. ર૪ :.. જિલ્લા પંચાયતના હિસાબી અધિકારીની બદલીથી ખાલી પડેલ જગ્યા પર રાજકોટના અધિક તિજોરી અધિકારી શ્રી આર. બી. ભૂવાની વર્ગ-૧ માં બઢતી સાથે નિમણુક થતા તેમણે પંચાયત ખાતે ચાર્જ સાંભળી લીધો છે. તેઓ મૂળ  ભાવનગર જિલ્લાના મહુવાના વતની છે. ભૂતકાળમાં જામનગર જિલ્લા પંચાયત, સુરેન્દ્રનગરમાં તિજોરી અધિકારીની કચેરી વગેરે સ્થાનો પર ફરજ બજાવી ચૂકયા છે. રાજકોટ  જિલ્લા પંચાયતમાં કાર્યભર સંભાળતા તેમના પર શુભેચ્છા વર્ષા  થઇ રહી છે.

(3:44 pm IST)